ભાવનગર-ઉધમપુર ટ્રેન ગાંધીનગરથી પસાર થશે

0
166

ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર હાલમાં હોટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે મોટાભાગની ટ્રેનોની અવર જવરને બંધ કરવામાં આવી છે. તો તંત્ર દ્વારા ઉત્તર ભારત તરફ જતી ભાવનગર – ઉધમપુરની ટ્રેનને ગાંધીનગરથી પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર હાલમાં જુજ સંખ્યામાં ટ્રેનોની અવર જવર થઇ રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ સ્ટેશન ઉપર ફાઇવ સ્ટાર હોટલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે ઘણી ટ્રેનોને બંધ પણ કરવામાં આવી છે. આમ આ હોટલની કામગીરી પુર્ણ થયા બાદ ભારતના વિવિધ વિસ્તારોમાં અવર જવર કરતી ટ્રેનોને પાટનગરથી દોડાવવાનો પણ નિર્ણય કરવામાં આવનાર છે.

ત્યારે હાલમાં તંત્ર દ્વારા ભાવનગરથી ઉધમપુર થતી ટ્રેનને ગાંધીનગરથી પસાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનની અવર જવર કેપિટલ રેલ્વે સ્ટેશનથી થવાના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારત જતાં મુસાફરોને પણ ટ્રેનની સુવિધાનો લાભ પ્રાપ્ત થઇ શકશે. હાલમાં જે ટ્રેનો બંધ કરવામાં આવી છે.

તેને પણ આગામી દિવસોમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે. ભાવનગર – ઉધમપુર વચ્ચે અવર જવર કરતી આ ટ્રેન શહેરમાંથી પસાર થવાના કારણે રાજસ્થાન, પંજાબ સહિત જમ્મુ કાશ્મીર તરફ જતાં મુસાફરોને પણ સુવિધા મળી શકશે તેવું મહામંડળના પ્રમુખ અરૂણ બુચે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here