બજારમાં ફરી તેજી : ૧૬૦ પોઈન્ટ સુધીનો સુધારો થયો

370

શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૦ પોઈન્ટ ઉછળીને ૩૮૮૯૭ની ઉચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૬ પોઈન્ટ ઉછળીને ૧૧૫૮૮ની ઉચી સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન ઇન્ફોસિસ, સનફાર્મા, મારૂતિના શેરમાં જોરદાર તેજી રહી હતી. બીજી બાજુ એલએન્ડટી, આઈટીસી, ભારતી એરટેલના શેરમાં ઘટાડો રહ્યો હતોે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૮૮ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૪૬૬ રહી હતી. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૮૭ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૬૮૯ રહી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ૩ ટકાનો ઉછાળો અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં એક ટકાના ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં કેટલાક પરિબળોની અસર હજુ દેખાશે. જેમાં મોનસુનની પ્રગતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રુડ ઓઈલની કિંમતોની અસર રહી શકે છે. મોનસુનની પ્રગતિની અસર પણ જોવા મળનાર છે. જુલાઈ મહિનામાં મોનસુનની પ્રગતિ ઘટી ગઈ છે. દેશમાં ઓછો વરસાદનો આંકડો રહ્યો છે જેથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જૂન મહિનામાં ૩૩ ટકા ઘટ રહ્યા બાદ જુલાઈ મહિનામાં ૧૨ ટકાની ઘટ રહી છે. આગામી સપ્તાહમાં ચીનના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. જી-૭ની બેઠક પણ હવે શરૂ થઇ રહી છે. ફ્રાંસમાં ૧૭મી જુલાઈથી આ બેઠક શરૂ થશે જેમાં યુરોપિયન કારોબારની ચર્ચા પણ થશે. વિદેશી મૂડીરોકાણકારો ફરી એકવાર જુલાઈ મહિનામાં લેવાલીના મૂડમાં આવી ગયા છે. બજેટ બાદ જોરદારરીતે નાણા પરત ખેંચવામાં આવ્યા બાદ ફરી એકવાર રોકાણ કરવામાં આવ્યું છે. એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી ૩૫૫૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે.આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી એફપીઆઈ દ્વારા ૪૯૫૩.૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ ડેબ્ટ માર્કેટમાં ૮૫૦૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જ ૩૫૫૧.૦૧ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જુલાઈ મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલીનું વલણ અપનાવ્યું છે. એફપીઆઈ દ્વારા ૪૯૫૪ કરોડ રૂપિયાની કિંમતના ઇક્વિટીનું વેચાણ કર્યું છે.

Previous articleપસંદગીકારો ધોનીને નિવૃતિ આપવા માટેની તૈયારીમાં છે
Next articleજુનમાં WPI ફુગાવો ઘટી ૨.૦૨ ટકા : મોંઘવારી ઘટી