રાજ્યમાં બે વર્ષમાં ૧૨૮૭ ખાનગી શાળાને મંજૂરી મળી

475

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં પૂછાયેલા પ્રશ્નો દરમિયાન ચોંકવનારી વિગતો બહાર આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલો અહેવાલ રાજ્યના શિક્ષણ જગત માટે ચિંતા સમાન બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં દર ૧ સરકારી- ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની સામે સરેરાશ ૧૦ પ્રાઇવેટ શાળાને મંજૂરી અપાઈ છે. રાજ્યમાં શિક્ષણ માફિયાઓને બખ્ખા બોલી ગયા છે જ્યારે ગરીબ બાળકો માટે શિક્ષણ મુશ્કેલ બનતું જાય છે.વિધાનસભામાં પ્રસ્તુત થયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૨૨ સરકારી, ૧૩ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી અપાઈ જયારે ૧૨૮૭ શાળાને મંજૂરી અપાઈ. રાજ્યમાં હાલમાં કુલ ૩૨, ૫૭૪ સરકારી, ૬૦૫ ગ્રાન્ટેડ, અને ૧૦,૯૪૦ ખાનગી શાળાઓ છે. આ આંકડાઓ એટલા માટે ચોંકવનારા છે કારણ કે છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક જિલ્લાઓને એક પણ સરકારી પ્રાથમિક શાળાની મંજૂરી અપાઈ જ નથી.

વિપક્ષે પૂછેલા સવાલના જવાબમાં શિક્ષણ મંત્રીએ જે આંકડા રજૂ કર્યા તેને સાંભળીને તમામ ધારાસભ્યો સ્તબ્ધ થઇ ગયા હતા. રાજ્ય સરકાર પર શિક્ષને ખાનગીકરણ કરવાના તો વર્ષોથી આરોપ લાગી રહ્યાં છે, પરંતુ મંગળવારે શિક્ષણમંત્રીએ આંકડા જાહેર કરી આડકતરી રીતે સાબિતી પણ આપી દીધી.શિક્ષણ મંત્રીએ જણાવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આટ્‌ર્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની સરકારી ૧૦૦, ૩૦૯ ગ્રાન્ટેડ અને ૪૫૫ ખાનગી કોલેજો છે. તે પૈકી છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માત્ર ૧ સરકારી કોલેજને મંજુરી આપવામાં આવી છે, તેની સામે ૪૦ ખાનગી કોલેજોને મંજુરી આપવામાં આવી છે.

જ્યારે એકપણ ગ્રાન્ટેડ કોલેજને મંજુરી આપવામાં આવી નથી. સરકારી કોલેજોને મંજુરી આપવામાં આવી તેની સરખામણીએ ખાનગી કોલેજોને આપવામાં આવેલી મંજુરી ચાલીશગણી થાય છે.

Previous articleચાંદીપુરમ વાઇરસથી ૫ વર્ષની બાળકીનું મોત
Next articleરિવરફ્રન્ટથી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકાશે