પૂર્વ મેયર સહિતને વોટ્‌સએપ ગ્રુપમાંથી પ્રમુખે રીમુવ કર્યાં

442

ગાંધીનગર મહાનગર ભાજપમાં પેટા ચૂંટણી માથે આવી ગઇ છે ત્યારે જ ભડકો થયો છે.

ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓના વોટ્‌સએપ ગ્રુપ ‘‘અમે સૌ ભાજપના’’માંથી પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલ, મત્રી બીપીન જોશી, કિલોલ સાપરિયા, વિપુલ કિસાન મોરચો સહિતના સભ્યોને ગ્રુપ એડમીન એવા ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ દ્વારા મંગળવારે રાત્રે રીમુવ કરી દેવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મુદ્દે સંપર્ક કરવા પ્રયત્ન કરાયો પરંતુ મહેન્દ્રભાઇનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. દરમિયાન આગામી દિવસોમાં કેટલાક સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્‌યું છે.

Previous articleઅમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગના દરોડા : અનેક એકમોને સીલ કર્યા :વેપારીઓમાં ફફડાટ
Next articleશાહીબાગમાં ડમ્પરની ટક્કરથી વિદ્યાર્થિનીનું મોતઃ બીજી વિદ્યાર્થિનીની હાલત ગંભીર