જાપાનના મશહૂર એનિમેશન સ્ટૂડિયોમાં આગ : ૩૦ બળીને ખાખ,૩૦ ઈજાગ્રસ્ત

484

જાપાનના ક્યોટો શહેરમાં ગુરુવારે મશહૂર ક્યોટો એનિમેશન સ્ટુડિયોમાં એક અજાણ્યા શખ્સે આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ૨૩ લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક શખ્સે સ્ટુડિયોમાં ઘૂસીને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અનેક લોકોની હાલત ગંભીર છે. આ ઘટના જાપાનના સમય પ્રમાણે સવારે ૧૦.૩૦ વાગ્યે ઘટી હતી. જે વ્યક્તિએ સ્ટુડિયોમાં આગ લગાવી છે, તે પણ ઈજાગ્રસ્ત થયો છે. અને તેને પણ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ચશ્મદીદોના જણાવ્યા પ્રમાણે, તેમણે બિલ્ડિંગની અંદર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. અને ત્યાંથી સતત કાળો ધુમાડો નીકળી રહ્યો હતો અને કપડું ઢાંકીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા.

જે ક્યોટો એનિમેશન કંપનીની બિલ્ડિંગમાં આગ લાગી છે, તે ત્રણ માળની છે. જાપાનની ફેમસ એનિમેશન સીરિઝ કે-ઓન, સુઝુમિયા હરુહી, અ સાયલેન્ટ વોઈઝ સહિત અનેક મોટી એનિમેશન ફિલ્મો અને સીરિઝનું પ્રોડક્શન આ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચન્દ્રયાનને ૨૨મી જુલાઇએ લોંચ કરવા ઇસરોનો નિર્ણય