રાજુલામાં બીજી વખત વીજ કંપનીએ સમારકામ કર્યું

486

રાજુલા પીજીવીસીએલને પોસ્ટકાર્ડની આંદોલનથી આ બીજા ગુરૂવારે હિરાભાઇ સોલંકીની રજુઆતથી ૨૦૦ કર્મચારીની ટીમ આખા રાજુલાની શકલ બદલી નાખી લોકોએ આજ ગરમી સહન કરીને સાથ આપ્યો.

રાજુલા પીજીવીસીએલમાં સ્ટાફ ઓછો હોવાથી વારંવાર લાઇટના જટકા ઘડીક આવે ઘડીકમાં જાયથી શહેરના લાઇટ ગુલ થવાથી કેટલાયે લોકોના ઇલેકટ્રીક ઉપકરણો ટીવી, ફ્રીઝ, પંખા, બલ્બો બળીને ખાખ થયાથી લોકોએ ઉપર લેવલેથી ગાંધીનગર પોસ્ટ કાર્ડ આંદોલન શરૂ કરવાથી ગયા ગુરૂવારે બહારથી ૪૦૦ વીજ કર્મચારીઓની ૫૪ ટીમ આખા રાજુલા તમામ વાયરો બદલાવવા કામે લાગેલ પણ ઘણું કામ રહી જવાથી ફરીવાર ઉપર લેવલે રજુઆત કરતા ફરી પાછો ગુરૂવાર ૨૦૦ બહારના વીજ કર્મચારીઓની ફોજ આવી ચડી અને એક એક ફોલ્ટ લાઇનો બદલવાની કાર્યવાહી શરૂ કરતા શહેરની જનતા માટે કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ કિશોરભાઇ ધાખડા ઉપપ્રમુખ કનુભાઇ ધાખડા ભાજપના આગેવાનો દિલીપભાઇ જોશી, વનરાજભાઇ વરૂ, મહેન્દ્રભાઇ ધાખડા સહિત સાથે મળી પીજીવીસીએલના કર્મચારીઓને સાથ અને સહકાર આપેલ આ બાબતે શહેરની જનતાએ હિરાભાઇ સોલંકીનો તેમજ પીજીવીસીએલના સોલંકી સહિતનો આભાર વ્યક્ત કરેલ.

Previous articleસિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કુલમાં ગુરૂપૂર્ણિમા દિન ઉજવાયો
Next articleકેરાળા  ગામે પ્રાંત અધિકારી દ્વારા રાત્રીસભાનું આયોજન