ગઢીયા-દેરડી ગામે પસાર થતી ભાદર નદીમાં ડ્રોન કેમેરાથી ખાણખનિજ વિભાગના દરોડા

1246

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનાં ગઢીયા-દેરડી ગામમાંથી પસાર થતી ભાદર નદીમાં ડ્રોન સર્વેલન્સ સીસ્ટમ દ્વારા સર્વે કરી ચેકિંગની કામગીરી કરવામાં આવતા ત્રણ ટ્રેક્ટરો ઝડપાઈ ગયા હતા.મદદનીશ ભુસ્તરશાસ્ત્રી એમ જાલોંધરા,રોયલ્ટી ઇન્સ્પેક્ટર અસ્મિતા ચાવડા,માઇન્સ સુપરાઈઝર આશિષ પટેલ,સર્વેયર ચૌહાણ સહીત બોટાદ ખાણ ખનીજની ટીમ દ્વારા રાણપુર તાલુકાનાં ગઢીયા-દેરડી ગામમાંથી પસાર થતી ભાદર નદીમાં ડ્રોન સર્વેલન્સ સીસ્ટમ દ્વારા સર્વે કરાવી ચેકિંગની કામગીરી કરી રેડ કરવામાં આવી હતી.ગઢીયા-દેરડી ગામમાંથી ભાદર નદીમાંથી ૧૫-૧૭ ટ્રેકટરો ગેરકાયદેસર રેતી ખનીજ ભરવા માટે આવેલ જેનું ડ્રોન કેમેરા મારફતે રેકોડીંગ કરવામાં આવેલ અને જે પૈકી(ત્રણ) ટ્રેકટરોને જપ્ત કરી બોટાદ કલેક્ટર કચેરી ખાતે અટક્માં રાખવામાં આવેલ તથા અન્ય ભાગી ગયેલ ટ્રેકટરોની ઓળખ કરી પોલીસ ફરીયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ડ્રોન કેમેરા મારફતે દૂરથી જે જગ્યા પણ ખાણકામ ચાલુ હોય છે તે જગ્યા પર ડ્રોન કેમેરાની મદદથી રેકોડીગ કરવામાં આવશે જેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

Previous articleકેરાળા  ગામે પ્રાંત અધિકારી દ્વારા રાત્રીસભાનું આયોજન
Next articleવિવિધ કેન્દ્રીય વિદ્યાલયોનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો જિજ્ઞાસા પ્રોગ્રામ તળે સેન્ટ્રલ સોલ્ટની મુલાકાતે