ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લેતી ભાવનગર એલસીબી

922

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેરી વિસ્તારમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યામન વનરાજભાઇ ખુમાણ  તથા પો.કોન્સ મનદિપસિંહ ગોહીલ ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર અક્ષરપાર્ક સોસાયટી તરફથી રેલ્વે કોલોની તરફ આવતા રસ્તે બે ઇસમો શંકાસ્પદ યામાહા ફસીનો સ્કુટર સાથે આવવાના છે જેમા મો.સા ચાલકે કેસરી કલરનો ડીઝાઇન વાળો શર્ટ તથા પાછળ બેસેઇ ઇસમે કાળા કલરનો શર્ટ પહેરેલ છે.જે સ્કુટર ચોરાઉ હોવાની શંકા છે જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ વોચમા રહેતા ઉપરોકત બાતમી તથા વર્ણન વાળા ઇસમો આવતા વેરીફાઇ કરતા તે મો.સા. ચોરી કરેલાનું જણાય છે. જેથી તુરતજ સુનિલભાઇ ઉર્ફે બાટલો મુકેશભાઇ દેલવાડીયા ઉ.વ.૧૯, શકિતભાઇ ઘનશ્યામભાઇ બાવળીયા ઉવ.૨૦ રહે.અક્ષરપાર્ક સોસાયટી વાળા હોવાનું જણાવતા તેના કબ્જામાં એક યામાહા ફસીનો સ્કુટર જોતાં ગ્રે કલરનુ મળી આવતા જે આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મો.સા ની કિ.રૂ.૪૦,૦૦૦/-ગણી  સદરહું મો.સા. સીઆરપીસી-૧૦૨  મુજબ શકપડતી મિલકત ગણી કબ્જે કરેલ અને આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

બન્ને ઇસમોની પુછ પરછ કરતા સદરહું મો.સા. ચારેક દિવસ પહેલા બોરતળાવ થાપનાથ મહાદેવ મંદિરના દરવાજા પાસેથી ચોરી કરેલાનુ જણાવતા હોયજે બાબતે બોરતળાવ પોલીસ સ્ટેશન ગુન્હો નોઘાયેલ છે.

Previous articleઉમણીયાવદર નવનાળા પાસેથી ચોરાઉ બાઇક સાથે ૧ ઝડપાયો
Next articleચાવડીગેઇટ વિસ્તારમાં ગેરકાયદેસર મંદિરના દબાણ ઉપર બુલડોઝર ફેરવાયું