૩૦,૮૦૦ની નકલી નોટો સાથે ગારિયાધારનો ઇસમ ઝડપાયો

0
386

ભાવનગર એલ.સી.બી./ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટને ખાસ કામ સોપેલ અન્ય એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી.જાડેજાની આગેવાનીમાં એલ.સી.બી.ની એક  ટીમ બનાવી આવા ઇસમો બાબતે માહિતી મેળવવા ખાનગી ઓપરેશન હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજરોજ ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.એ ગારીયાધાર બસ સ્ટેશન પાસેથી એક ઇસમને રૂપિયા ૩૦૮૦૦/- ની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, ગઇ કાલે ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જી.જાડેકાની આગેવાનીમાં સ્ટાફના શક્તિસિંહ સરવૈયા તથા દિલીપભાઇ ખાચરને મળેલ સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધારવાળો બનાવટી ભારતીય ચલણી નોટો થોડા દિવસથી બજારમાં ઘુસાડે છે અને તે બસ સ્ટેશન થી પરવડી જવાના રસ્તે નીકળનાર છે જે બાતમી આધારે વોચ ગોઢવી બસ સ્ટેશન પાસે સર્કિટ હાઉસના દરવાજા પાસેથી આરોપી હસમુખભાઇ ગોરધનભાઇ ઝાલાવાડીયા/પટેલ ઉ.વ.૩૪ રહેવાસી ગામ મોટા ચારોડીયા તા. ગારીયાધાર વાળાને બનાવટી ભારતીય ચલણીની નોટો રૂપિયા ૫૦૦ ના દરની નોટ ૬૦ તથા ૨૦૦ ના દરની નોટ ૦૪ મળી કુલ રૂપિયા ૩૦૮૦૦/- ની સાથે ઝડપી પાડેલ હતો અને તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એલ.સી.બી.ના પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચારે ફરિયાદ આપી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેના આગળની તપાસ એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here