ટાઇગર અને દિશા પટની ડેટ પર ખુબ કુલ નજરે પડ્યા છે

666

ટાઇગર શ્રોફ અને દિશા પટની એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ છેલ્લે કેટલાક સમયથી સતત આવતા રહ્યા છે. જો કે આ સંબંધમાં બંને દ્વારા કોઇ નિખાલસ વાત કરવામાં આવી નથી. ભારત ફિલ્મના ઇન્ટરવ્યુ દરમિયાન દિશાએ કહ્યુ હતુ કે તે એકતરફી રીતે ટાઇગરને પસંદ કરે છે. બંને હાલમાં ફરી એકવાર સાથે ડેટ પર નજરે પડ્યા છે. ટાઇગર એકબાજુ વાઇટ ટીશર્ટ અને બ્લુ ડેનિમમાં નજરે પડ્યો હતો.

જ્યારે દિશા પટની લાઇટ બ્લુ બોડીકોન વનપીસમાં નજરે પડી હતી. દિશા પટની તેના લુકમાં ખુબ ખુબસુરત દેખાઇ રહી હતી. કેમેરાથી બચવા માટેના પ્રયાસ પણ આ ગાળા દરમિયાન કરવામાં આવ્યા ન હતા. કેટલીક વખત બંને સાથે નજરે પડી ચુક્યા છે. તેમની ફિલ્મ પણ સાથે આવી ચુકી છે. બંને પોત પોતાની ફિલ્મોને લઇને સતત વ્યસ્ત રહ્યા છે. થોડાક સમય પહેલા તે એ વખતે ખુબ ટ્રોલ થઇ હતી જ્યારે તે આદિત્ય ઠાકરેની સાથે ડેટ પર નજરે પડી હતી. એ વખતે ચાહકો એમ કહી રહ્યાહતા કે ટાઇગરને છોડીને દિશા હવે આદિત્ય ઠાકરેની સાથે જોડાઇ ચુકી છે. વર્ક ફ્રન્ટની વાત કરવામા ંઆવે તો ટાઇગર શ્રોફ પાસે હાલમાં બે મોટી ફિલ્મ રહેલી છે.જે પૈકી એક ફિલ્મ રિતિક રોશન સાથે છે. આ ફિલ્મ હજુ સુધીની સૌથી વધારે એક્શન પેક ફિલ્મ હોવાના હેવાલ મળી રહ્યા છે. જેમાં તેમની સાથે વાણી કપુર છે.

બીજી એક ફિલ્મ ટાઇગર પાસે બાગી-૩ છે. જેમાં શ્રદ્ધા કપુર નજરે પડનાર છે. દિશા પટની હાલમાં એક ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનુ નામ મલંગ છે. જેમાં તે આદિત્ય રોલ કપુરની સાથે નજરે પડશે. ફિલ્મમાં અનિલ કપુર અને કૃણાલ ખેમુ પણકામ કરનાર છે. દિશા પટની છેલ્લે સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ગઇ હતી.

Previous articleખુબસુરત અભિનેત્રી મૌની  રાજકુમારની સાથે ચમકશે
Next articleકેટ વિન્સલેટની પાસે હાલમાં ત્રણ ફિલ્મ છે