રેપોરેટમાં ૦.૫૦ ટકા સુધી ઘટાડો થવાના સ્પષ્ટ સંકેતો

417

૧૦ વર્ષના બેંચમાર્ક બોન્ડ પર યીલ્ડ ૨૦ મહિનાની નીચી સપાટીએ પહોંચી જવાની સાથે જ ઇન્ડિયન બોન્ડ માર્કેટમાં દેખાવ જીડીપીની દ્રષ્ટિથી મોટા દેશોની વચ્ચે સારી થઇ ગઇ છે. છેલ્લા એક મહિનાના ગાળામાં ભારતના ૧૦ વર્ષના બોન્ડ ઉપર યીલ્ડ ૫૬ બેઝિક પોઇન્ટ ઘટીને ૬.૩૩ ટકા થઇ જતાં સ્થિતિ સુધારવાના સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા અઢી વર્ષના ગાળામાં આ સૌથી નીચી સપાટી છે. એપ્રિલ મહિનામાં આ આંકડો ૭.૪૭ ટકાની ઉંચી સપાટીએ હતો ત્યાંથી તેમાં ૧૩૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ અને મલેશિયા જેવા બીજા ઉભરતા માર્કેટમાં ૧૦ વર્ષના બેંચમાર્ક બોન્ડ ઉપર યીલ્ડ એક મહિનામાં ૫૪-૯૦ બેઝિક પોઇન્ટ સુધી ઘટ્યા છે. ભારતમાં બોન્ડ યીલ્ડમાં આવે ઘટાડાથી આ સંભાવના વધી ગઈ છે કે, ભારતીય રિઝર્વ બેંક નજીકના ભવિષ્યમાં વ્યાજદરોમાં વધુ ઘટાડો કરી શકે છે. ૧૦ વર્ષના બોન્ડ અને આરબીઆઈના રેપોરેટની વચ્ચે અંતર એટલે કે ટર્મ પ્રિમિયમ ૫૮ બેઝિક પોઇન્ટ પર છે જ્યારે લોંગ ટર્મ સ્પ્રેડ ૭૦ બેઝિક પોઇન્ટ છે.

વર્તમાન અંતરથી સંકેત મળે છે કે, માર્કેટને રેપોરેટ તેના વર્તમાન સ્તર પર ૫.૭૫ ટકાથી ૫૦ બેઝિક પોઇન્ટ નીચે રહેશે. ફોરેન પોર્ટપોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા ઇમરજિંગ માર્કેટના ડેટ પ્રોડક્ટ માટે ફાળવણીમાં વધારો કરી દીધો છે. કારણ કે, કેટલાક વિકસિત બજારોની સેન્ટ્રલ બેંક દ્વારા નરમ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આશરે ૧૩ લાખ કરોડ ડોલરના ડેટ પ્રોડક્ટ નેગેટિવ યીલ્ડની સાથે ટ્રેડ કરી રહ્યા છે. એફપીઆઈએ ૨૦૧૯ની શરૂઆતથી ૨.૯ અબજ ડોલર ભારતીય ડેટ પ્રોડક્ટમાં લગાવ્યા છે.

Previous articleધોનીના સંન્યાસનો નિર્ણય તેના પર જ છોડી દેવો જોઇએ : વિરેન્દ્ર સેહવાગ
Next articleઆસામ સહિત પૂર્વોતરમાં પુરની સ્થિતી વધારે ગંભીર