બરવાળા PSI પ્રજાપતિની બદલી થતા વિદાય સમારોહ

686

બરવાળા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઈ.ની ફરજ બજાવતા આર.કે.પ્રજાપતિની બદલી થતા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં બરવાળા શહેરના વેપારીઓ, રાજકીય-સામાજીક આગેવાનો, પોલીસ કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન ખાતે એક વર્ષથી પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકેની ફરજ બજાવતા આર.કે.પ્રજાપતિની ગઢડા પોલીસ સ્ટેશન ખાતે જાહેર હિતમાં બદલી થતા  બરવાળા પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ દ્વારા આર.કે.પ્રજાપતિને પુષ્પ ગુચ્છ,મોમેન્ટો આપવામાં હતી તેમજ છાલ ઓઢાડી સન્માનવામાં આવ્યા હતા તેમજ કર્મચારીઓ દ્વારા નાળીયેર અને સાકરનો પડો આપી વિદાય આપી ઉતરોતર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleરાજુલા સંઘવી હાઇસ્કૂલનાં શિક્ષકનો વિદાય સમારોહ
Next articleરાજુલામાં વરૂણદેવને મનાવવા મુસ્લિમ સમાજે ઝુલુસ કાઢી દરગાહે જઇ દૂઆ માંગી