જાફરાબાદમાં દારૂના જથ્થા સાથે મહિન્દ્રા પીક અપ ઝડપી લેતી પોલીસ

660

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લામાંથી દારૂની બદીને દુર કરવા પ્રોહિબીશન લગતા પ્રવૃત્તિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાત્રીના અમરેલી એલસીબી ઇન્ચાર્જ પો.ઇન્સ.ડી.કે.વાઘેલાની રાહબરી નીચે એલસીબી ટીમને બાતમી મળતા હકીકત મળેલ કે પ્રકાશ ઉર્ફે રાધે બાબુભાઇ શિયાળ તથા બેબીબેન માધુભાઇ સોલંકી, રહે.જાફરાબાદ વાળાઓએ મસરી બાબુભાઇ સોલંકી, રહે.ઉમેજ, તા.ઉનાવાળા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવેલ છે. અને આ મસરી બાબુભાઇ સોલંકી, રહે.ઉમેજ તથા જયેશ. રહે.અમદાવાદ વાળાઓ મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂભરી રાજુલા તરફથી જાફરાબાદ આવનાર છે તેવીચોક્કસ બાતમી વાળા વાહન અંગે વોચમાં રહેતા રાજુલા તરફથી બાતમી વાળુ વાહન આવતા તેને ઉભુ રાખવા કોશીષ કરતાં તે ઉભું રહેલ નહીં અને નાસવા જતાં તેનો પીછો કરતા આ વાહનના ચાલક તથા અન્ય એક ઇસમ આ મહિન્દ્રા બોલેરોે પીકઅપ વાહન જાફરાબાદમાં મફત પ્લોટ પાસે જીઇબી રોડ ઉપર મુકીને નાસી છુટેલ અને આ વાહનમાં ચેક કરતા ચોર ખાનુ બનાવેલ મળી આવેલ જેમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ પોલીસે દારૂ તથા વાહન મળી કુલ ૪.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબાબરામાં પ્લાસ્ટીક ઝબલાં વાપરનારા ઉપર નગરપાલિકા આંકરા પાણીએ !