નવાગામ ખાતે ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરી વૈજ્ઞાનિક ઢબે કરાય છે કચરાનો નિકાલ

703

સમગ્ર દેશમા ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન લાગુ કરી દેશને સ્વચ્છતાની દિશામાં નવી ઉંચાઇઓ પર લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના માત્ર ૧૮૦૦ની વસ્તી ધરાવતા ગામ નવાગામ(ગા)માં આ અંગે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.’સ્વચ્છ ભારત મિશન’ અને ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ’ જેવી ભારત સરકારની  સ્વચ્છતાલક્ષી યોજનાઓનું સઘન અને સફળ અમલીકરણ થાય તે માટે આ ગામના લોકોએ નવાગામ તથા તેની આજુબાજુના ગામોમાં સ્વચ્છતા જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે ઘરે ઘરેથી કચરો એકઠો કરવની શરૂઆત કરી તથા ગામમાં એકઠા થતાં કચરાના ઢગલાના નિકાલ બાબતે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.આર.સુથાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.એન.સતાણી તથા ગ્રામ પંચાયત તલાટી મંત્રી તથા ગ્રામજનોએ મીટીંગ કરી આ અંગે કઇક નવતર આયોજન હાથ ધરવાનું નકી કર્યુ.

જેમાં નવાગામ(ગા)ની સ્વાતંત્ર્ય પર્વ ગ્રાંટમાંથી એક ટ્રોલી સાથેના એક ટ્રેકટરની ખરીદી કરવામાં આવી.નવાગામ(ગા) ખાતે બાજુમાં જ જીયા ઇક્કો પ્રા.લી. નામની બાયોફ્યુલ બનાવતી કંપની આવેલી છે.જેમાં વલ્લભીપુર આસપાસનાં તાલુકામાંથી કપાસની સાઠી,ભુસુ વગેરે જેવા એગ્રિવેસ્ટનો બારીક ભૂકો બનાવી કમ્પ્રેસરથી બાયોફ્યુલ, વ્હાઇટ કોલ બનાવવામાં આવે છે.આ કંપનીમાં ગ્રામજનો દ્વારા એકઠો કરવામાં આવેલ કચરો કાચા માલ તરીકે ઉપયોગમાં આવી શકે તેમ હતો.

તેથી તા.૨૬/૦૯/૨૦૧૪ના રોજ નવાગામ(ગા) ગ્રામ પંચાયત અને જીયા ઇક્કો પ્રા.લી.વચ્ચે એમ.ઓ.યુ.કરવામાં આવ્યા જેમાં નકી કરવામાં આવ્યુ કે ગ્રામ પંચાયતની માલીકીનું ટ્રેકટર અને ફેક્ટરીનાં ડ્રાઇવર,બળતણ અને મરામત ખર્ચ સાથે નવાગામ(ગા) અને આસપાસનાં મોણપુર,પીપરીયા,રતનપુર ,ઇટાળીયા,શાહપુર અને ભોજપરા વગેરેમાંથી ડોર ટુ ડોર કચરો એકઠો કરી ફેકટરી ખાતે લવાશે.આમ હાલ ગામે ગામથી લાવવામાં આવેલ કચરાનું પૃથક્કરણ કરી જીયા ઇક્કો પ્રા.લી. ખાતે નોન ડિગ્રેડેબલ કચરો અલગ કરી બીજો કચરો બાયોફ્યુલ બનાવવા માટે મિક્ષ કરવામાં આવે છે.બાયોફ્યુલ બનાવવામાં ઘન કચરો ૫% કરતાં વધુ નહીં તેવાં પ્રમાણમાં મિક્ષ કરવાથી બાયોફ્યુલ  ષ્ઠદૃ દૃટ્ઠઙ્મેી કેલરીદીઠ વેલ્યુ પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં નિયમો મુજબ જળવાઇ રહે છે.

આમ નવાગામ(ગા)માં ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે જે સમગ્ર દેશને સ્વચ્છતાની દિશામાં એક અલગ રાહ ચીંધે છે અને આ રીતે નવાગામ(ગા) ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનમાં પોતાની એક આગવી પહેલ દ્વારા પોતાનું મહત્વપુર્ણ યોગદાન પણ આપી રહ્યું છે.

Previous articleબાબરામાં પ્લાસ્ટીક ઝબલાં વાપરનારા ઉપર નગરપાલિકા આંકરા પાણીએ !
Next articleકોળિયાક ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયોે