અર્જુન પટિયાળા ફિલ્મને લઇને કૃતિ સનુન વ્યસ્ત છે

0
147

કૃતિ સનુન બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અર્જુન પટિયાળા નામની ફિલ્મ પૂર્ણ કરી ચુકી છે. આ ફિલ્મ ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે હાલમાં ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત બનેલી છે.  તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ લોકોને રોમાંચિત કરી દેશે. કોમેડી ફિલ્મ તમામને હસવા માટે મજબુર કરશે તેવો દાવો કૃતિ દ્વારા કરવામાં આવ્યો છે. કૃતિ સનુનનુ કહેવુ છે કે અર્જુન પટિયાળા લાર્જર દેન લાઇફ લોકોને હસી હસીને પેટ દુખાવશે. આ વર્ષની શરૂઆતમાં તેની બરેલી કી બરફી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. તેમાં કૃતિની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. તેમાં તેની સાથે રાજકુમાર રાવની પણ પ્રશંસા થઇ હતી. હવે તે અર્જુન પટિયાળા ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ હિરોપંતિ મારફતે પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત કરનાર કૃતિ સનુન પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ રહેલી છે. આ નવી ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંજ કામ કરી રહ્યોછે. થોડાક પ્રમાણમાં ઇમોશનલ ટચ પણ હોવાની વાત કરવામાં આવી છે.

કૃતિએ કેટલાક મોટા નિર્માતા નિર્દેશકો સાથે કામ કર્યુ છે. જેમાં રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન , કાજોલ અને વરૂણ ધવને યાદદાર ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે. તેનુ કહેવુ છે કે ફિલ્મની પટકથા તેની પાસે અન્ય પણ છે જો કે હાલમાં તે અર્જુન પટિયાળામાં કામ કરી રહી છે.  કૃતિ સનુન બોલિવુડમાં આગામી દિવસોમાં યાદગાર ભૂમિકા અદા કરવા માટે તૈયાર છે. કૃતિ પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ હાથમાં રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here