બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે શ્રીલંકા ટીમની જાહેરાત : મલિંગાનો સમાવેશ

502

બાંગ્લાદેશ સામે જલ્દી જ શરુ થનારી ઘરેલું વનડે સીરીઝ માટે શ્રીલંકાએ પોતાની ૨૨ સભ્યોની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકન ટીમ માટે વર્લ્ડ કપની સફર ખરાબ રહી હતી જયારે બાંગ્લાદેશે કેટલીક તક પર ચાહકોનું દિલ જીતી લીધું હતું, ખાસ કરીને તેમના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનના આધારે ટીમને ઘણી મેચો પણ જીતાડી હતી.

બાંગ્લાદેશ સામે રમાવનારી વનડે સીરીઝ માટે શ્રીલંકન ટીમમાં કેટલાક ચેહરાઓને તક મળી છે જેમને વર્લ્ડ કપમાં તક મળી નહોતી.

આ વનડે સીરીઝમાં ત્રણ મેચ હશે જેની શરૂઆત ૨૬ જુલાઈના થશે. સીરીઝની બીજી વનડે ૨૮ જુલાઈના રમાશે જયારે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ ૩૧ જુલાઈના રમાશે.

આ સીરીઝની બધી મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે. શ્રીલંકાની ટીમની આગેવાની દીમુથ કરુણારત્નેને છોપવામાં આવી છે. ટીમમાં શેહાન જયસુર્યા, હસરંગા, અમિલા અપોન્સો જેવા ઘણા એવા ખેલાડી જોવા મળશે જેમને વર્લ્ડ કપમાં ચાહકોએ જોયા નથી.

બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝ માટે શ્રીલંકાની ટીમઃ-

દીમુથ કરુણારત્ને (કેપ્ટન), કુસલ પરેરા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડીસ, એન્જેલો મેથ્યુઝ, લાહિરુ થીરીમાને, શેહાન જયસુર્યા, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડીકવેલા, દનુષ્કા ગુણાતિલાકા, દસુન શનાકા, વનીંદુ હસારંગા, અકિલા ધનંજય, અમિલા અપોન્સો, લક્ષન સંદાકન, લસિથ મલિંગા, નુવાન પ્રદીપ, કસુન રંજીથા, લાહિરુ કુમારા, તિસારા પરેરા, ઇસુરુ ઉડાના અને લાહિરુ મદુસંકા.

Previous articleહવે પુનમ કોઇ પણ કિંમતે ફિલ્મ મેળવી લેવા સજ્જ
Next articleઈન્ડોનેશિયા ઓપન : આજે પી વી સિધુની ફાઇનલમાં જાપાનની યામાગુચી સાથે ટક્કર