હિમા દાસનો તરખાટઃ ૧૮ દિવસમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

599

ભારતની સ્ટાર એથલીટ એવું જબરદસ્ત પરફોર્મન્સ આપી રહી છે કે, આપણે તેને અભિનંદન આપતા-આપતા પણ થાકી જઈએ. હિમા દાસે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધું છે. ૧૮ દિવસની અંદર હિમા દાસનું આ પાંચમું ગોલ્ડ મેડલ છે. શનિવારના રોજ હિમાએ આ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું.

ચેક રિપબ્લિકમાં થયેલા નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાં પ્રીમાં હિમા દાસે ૪૦૦ મીટરની રેસ ૫૨.૦૯ સેકન્ડમાં પૂરી કરી હતી. આ તેની સિઝનનો બેસ્ટ ટાઇમ છે. બીજી બાજુ ૪૦૦ મીટર હર્ડલમાં એમ.પી.જાબિરે પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું હતું. મોહમ્મદ અનસને બ્રોન્ઝ મેડલ, જ્યારે નિર્મલ ટોમને સિલ્વર મેડલ મળ્યું હતું.

૧૯ વર્ષીય હિમા દાસે આ દોડ પોતાના બીજા સર્વશ્રેષ્ઠ સમયમાં પૂરી કરી હતી. આ પહેલા તેને અંગત સર્વશ્રેષ્ઠ સમય ૫૦.૭૯ સેકન્ડ હતી, જે તેણે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં હાંસલ કર્યો હતો.

Previous articleશિવ થાપાએ ઇતિહાસ રચ્યો, પ્રેસિડેન્ટ કપમાં ભારતને પ્રથમ ગોલ્ડ
Next articleઇન્ડોનેશિયા ઑપનઃ ફાઇનલમાં પીવી સિંધુનો જાપાનની યામાગુચી સામે પરાજય