અંતિમ વન-ડેમાં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય : ૪-૧થી શ્રેણી જીતી

430

ઇન્ડિયા-એનો વેસ્ટઈડિઝમાં અનઑફિશિયલ વન ડે સીરીઝમાં ૪-૧થી શાનદાર વિજય થયો છે. ભારત-એનું પ્રદર્શન અહીં રમાયેલી અંતિમ વન ડેમાં શાનદાર રહ્યું અને મેચ ૧૭ ઑવર બાકી રાખીને જ જીતી લીધી હતી. ભારતે અંતિમ મેચમાં વેસ્ટઇન્ડીઝને ૮ વિકેટથી હરાવ્યું. પહેલા ભારત-એનાં નવદીપ સૈની, રાહુલ ચહર અને દીપક ચહરની શાનદાર બૉલિંગનાં દમ પર વેસ્ટઈન્ડીઝને ૨૩૬ રન પર જ રોકી દીધું હતુ. ત્યારબાદ શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડની શાનદાર બેટિંગનાં દમ પર ટીમે ૨૩૭ રન ૩૩ ઑવરમાં જ બનાવી લીધા હતા. આ રીતે ઈન્ડિયા-એનો ૫ મેચોની વન ડે સીરીઝમાં ૪-૧થી વિજય થયો મેચની શરૂઆતમાં લાગ્યું કે વેસ્ટઈન્ડીઝનાં કેપ્ટન રોસ્ટન ચેસનો ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો. પહેલી વિકેટ માટે સુનીલ અમ્બ્રિસે ૬૧ અને ઑટલેનાં ૨૧ રનની મદદથી ૭૭ રનની ભાગેદારી થઈ. ત્યારબાદ નવદીપ સૈનીએ ૧૪મી ઑવરમાં ઓટલેને શુભમન ગિલનાં હાથે કેચ આઉટ કર્યો. અહીંથી વેસ્ટઈન્ડીઝ-એની ઇનિંગ સંકટમાં આવી અને ટીમની વિકેટે પડવાની શરૂ થઈ. પહેલા સુનીલ અમ્બ્રિસને ગાયકવાડે રન આઉટ કર્યો. ત્યારબાદ થૉમસ ક્રુણાલ પંડ્યા અને કેપ્ટન ચેસ સૈનીનાં હાથે આઉટ થયો.

કાર્ટર અને પાવેલનાં ગયા બાદ રૂથરફૉર્ડે ૬૫ રન બનાવીને ટીમનો સ્કોર સમ્માનજનક સ્થિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જો કે સંપૂર્ણ વેસ્ટઈન્ડીઝની ટીમ ૨૩૬ રન પર ઑલ આઉટ થઈ ગઇ. ૨૩૭ રનનાં લક્ષ્યનો પીછો કરવામાં ઈન્ડિયા-એને પરેશાની થઈ નહીં, પહેલા શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડે ૧૧૦ રનની શાનદાર ભાગેદારી કરી. ગિલ ૬૯ રન બનાવીને આઉટ થયો. તો ઋતુરાજ ગાયકવાડ ૯૯ રન મારીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયરે અણનમ ૬૧ અને અણનમ ૭ રન બનાવ્યા હતા.

Previous articleરિતિક રોશન અને કેટરીના કેફ ફરી એક સાથે ચમકશે
Next articleસમયની સાથે ધોનીની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે : હર્ષા ભોગલે