ચંદ્રયાનના સફળ લોંચથી ઇસરો વડા ભાવુક બન્યા

478

ચંદ્રયાન-૨ના સફળ લોન્ચિંગને લઇને વૈજ્ઞાનિકો અને દેશમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સફળ લોન્ચિંગ ઉપર પોતાની ટીમને શુભેચ્છા આપતા ઇસરોના ચેરમેન અને ટોપ વૈજ્ઞાનિક કે શિવન ભાવનાશીલ બની ગયા હતા. તેઓએ આ સફળ લોન્ચિંગને વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ભારત માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. લોન્ચિંગની સફળતાથી ખુશખુશાલ દેખાયેલા શિવને કહ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની ટુકડી ઘર પરિવાર છોડીને આ મિશન ઉપર લાગેલી હતી. સાત દિવસથી ઘર પરિવારને પણ ટીમ ભુલી ચુકી હતી.

પોતાના હિત અને અહિતને નજરઅંદાજ કરીને દિનરાત એક કરી દીધા હતા. તેમની સફળતા માટે તેઓ તમામને શુભેચ્છા પાઠવે છે. તેમણે ઉમેર્યું હતું કે, પોતાના હિતોને ત્યાગીને ખામીને દૂર કરવામાં ટીમ લાગેલી હતી. ઇસરોના વડાએ કહ્યું હતું કે, ટેનિકલ ખામીને માત્ર પાંચ દિવસની અંદર જ ટીમે દૂર કરવામાં સફળતા મેળવી હતી. ૧૫મી જુલાઈના દિવસે ક્રાયોજનિક એન્જીનમાં લિકેજના કારણે લોન્ચિંગને ટાળી દેવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદ ૨૨મી જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી. શિવને કહ્યું હતું કે, એકાએક ચંદ્રયાનમાં ૧૫મીએ ખામી કઈ રીતે આવી ગઈ હતી તેની કોઇને જાણ થઇ ન હતી પરંતુ આટલા જટિલ કામને આટલી વહેલીતકે દૂર કરવામાં ઇસરોને સફળતા મળી હતી. ઇસરોના એન્જિનિયરો, ટેકનિશિયનો, ટેકનિકલ સ્ટાફ સહિત તમામ ટીમ પ્રશંસા અને સફળતા માટે દાવેદાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હજુ કામ પૂર્ણ થયું નથી. અમને મિશન ટીમને ચંદ્રયાન-૨ મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવની તરફ જઇ જવામાં ખુબ મહેનત કરવી પડશે. ઇસરોએ કહ્યું હતું કે, ચંદ્રયાન-૨ને લોંચ કરનાર જીએસએલવી માર્ક-૩ના પ્રદર્શન ક્ષમતામાં વધારો થયો છે. ઇસરોના વડાએ કહ્યું હતું કે, આજનો દિવસો માત્ર ઇસરો માટે જ નહીં બલ્કે વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ મોટો દિવસ છે. ખાસ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના ધ્વજને આગળ પણ વધુ ઉંચાઈ પર લહેરાવવામાં આવશે. આને નવી ઉંચાઈ ઉપર લઇ જવા માટે તમામ લોકો લાગેલા છે. ઇસરોના વડાએ એમ પણ કહ્યું હતું કે, ચંદ્રની સપાટી ઉપર પહોંચીને અમને વધારે ગર્વ થશે. ઇસરોના વડાએ કહ્યું હતું કે, ખુબ મહેનતના કારણે આ સફળતા હાથ લાગી રહી છે. મિશનમાં ટેકનિકલ ખામી દેખાયા બાદ દિનરાત એક કરી દેવામાં આવ્યા હતા.

Previous articleચંદ્રયાન-૨ લોંચ : મોદીની તમામ લોકોને શુભેચ્છાઓ
Next articleચંદ્રયાન-૨નું સફળ લોંચિંગ