સાયકલ લઇને જઇ રહેલ બાળાને ટ્રકે કચડી નાખી

2109

ભાવનગર શહેરના રામમંત્ર મંદિર નજીક શાળાએથી ઘરે સાયકલ લઇને જઇ રહેલી ધો.૭માં અભ્યાસ કરતી માસુમ બાળાને ટ્રક ચાલકે અટફેડે લેઇ કચડી નાખી હતી અને ચાલક ટ્રક મુકી નાસી છુટ્યો હતો. બનાવ સ્થળે લોકોના ટોળા એક્ઠા થઇ ગયા હતા. બાળાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કાળીયાબીડ રામમંત્ર મંદિર સામે આઝાદનગરમાં રહેતી અને શિક્ષણ સમિતિ સંચાલિત સિંધુનગર ખાતે આવેલી સરદારસિંહ રાણા પ્રાથમિક શાળામાં ધો.૭માં અભ્યાસ કરતી આરતી હરેશભાઇ ગોહેલ (ઉ.વ.૧૨) નામની માસુમ બાળા આજે શાળાએથી છુટીને સાયકલ લઇને પોતાના ઘરે જઇ રહી હતી ત્યારે રામમંત્ર મંદિર પાસેથી પુરપાટ ઝડપે પસાર થયેલા ટ્રકનં.જીજે-૧૪ ઝેડ – ૭૧૦૧ ના ચાલકે બાળાને અડફેટે લેતા બાળા વ્હીલની નીચે આવી જતા ચગદાઇ ગયેલ અને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. પળવારમાં જ બનેલી આ ઘટના નજીકનાં સીસીટીવી કેમેરમાં કેદ થઇ ગઇ હતી. જ્યારે બનાવ બનતા જ ટ્રક ચાલક આગળ ટ્રક ઉભો રાખી નાસી છૂટ્યો હતો. જ્યારે લોકોનાં ટોલા ઘટના સ્થળે એક્ઠા થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. ત્યારે આ વિસ્તારમાં અવાર નવાર અકસ્માતોનાં બનાવો બનતા હોય આવા ભારે વાહનોની સ્પીડ ઉપર લગામ રાખવા અને ટ્રાફીક પોલીસનો પોઇન્ટ ફાળવવા પણ લોક ચર્ચા કરી રહ્યા હતા.

Previous articleકામ આપવાનું બંધ કરી દેવાતા કંપની સામે કામદારોનાં ધરણાં
Next articleદિશા પટની ડાન્સને લઇને પૈશન ધરાવે છે