ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ખેલાડીઓ નામ-નંબરવાળી જર્સી પહેરશે

460

વર્લ્ડની પ્રથમ ટેસ્ટ મેચ ૧૮૭૭માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી ખેલાડીઓ હંમેશા પ્લેઇન વાઈટ ટી-શર્ટમાં જ મેદાને ઉતર્યા છે. હવે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ ૧૪૨ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વાર નામ અને નંબરવાળી જર્સી પહેરીને મેદાને ઉતરશે.

બંને દેશ વચ્ચે ૧ ઑગસ્ટના એજેબેસ્ટન ખાતે એશિઝનો પ્રારંભ થઇ રહ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ પછી આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ રમ્યા પછી એશિઝમાં ભાગ લેશે. ગયા વર્ષે તેઓ ઓસ્ટ્રેલિયા સામે ૦-૪થી હારી ગયા હતા. એશિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સીરિઝ હશે.

બાઈલેટરલ ટેસ્ટ સિરીઝને રસપ્રદ બનાવવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાશે. ૧૫ જુલાઈ ૨૦૧૯થી ૩૦ એપ્રિલ ૨૦૨૧ દરમિયાન વર્લ્ડની ટોપ-૯ ટીમ ૬ હોમ સિરીઝ અને ૬ અવે સિરીઝ રમશે. તે આઈસીસીએ નક્કી કરેલી ટીમ સામે ટકરાશે. આ સમયગાળા પછી ટોપ-૨ની ટીમ વચ્ચે જૂન ૨૦૨૧માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે.

આઈસીસી આ ચેમ્પિયનશિપની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની જર્સી વન-ડેની જેમ નામ અને નંબરવાળી કરવાની યોજના ઘડી છે. આમ કરવાથી પ્રેક્ષકો સરળતાથી ખેલાડીઓને ઓળખી શકશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્‌વીટ કરીને નામ અને નંબરવાળી જર્સીની વાત કન્ફર્મ કરી હતી.

Previous articleહવે સલમાન ખાને શેરખાન ફિલ્મ પ્રોજેક્ટ રદ કરી દીધો
Next articleભારત સામે ટી-૨૦ માટે વેસ્ટઇન્ડિઝની ટીમ જાહેર, ક્રિસ ગેલ બહાર