ટેબલ ટેનીસઃ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ભારતની ક્લીન સ્વીપ, ૭ મેડલ મેડલ જીત્યા

0
153

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓએ ૨૧મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની સિંગલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પણ જીતી લીધા. સોમવારે રમાયેલી ફાઇનલ મુકાબલામાં પુરૂષ સિંગલ્સમાં હરમીત દેસાઇ અને મહિલા સિંગલ્સમાં અહિકા મુખર્જીએ બાજી મારી. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ટેટે ચેમ્પિયનશિપના બધા સાત ગોલ્ડ મેડલ જીતી લીધા. આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. આ ઉપરાંત ભારતે પાંચ રજત અને ત્રણ કાંસ્ય પદક પોતાના નામે કરી લીધા. તે ટૂર્નામેન્ટના પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.

કોમનવેલ્થ ટેટે ચેમ્પિયનશિપ અહીંના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં રમાઇ હતી. સોમવારે તેના સિંગલ્સ અને ડબલ્સ વર્ગ વર્ગની ફાઇનલ યોજાઇ હતી. પુરૂષ સિંગલ્સમાં હરમીત દેસાઇએ હમવતન જી સાથિયાનને માત આપી. મહિલા સિંગલ્સમાં અહિકા મુખર્જીએ હમવતન મધુરિકા પાટકરને ૪-૦ થી હરવીને ગોલ્ડ પોતાના નામે કર્યા.

આ ચેમ્પિયનશિપમાં હરમીત દેસાઇ સિગલ મેન તરીકે ટેબલ ટેનિસ રમી રહ્યો હતો. એક પછી એક મેચની જીત બાદ આખરે સોમવારે સાંજે જી સાથિયાન અને હરમિત દેસાઇ વચ્ચે ફાઇનલ મેચ રમાય હતી. ખાસ કરીને હરમિતની સામે રમી રહેલો જી સાથિયાન ટેબલ ટેનિસમાં વર્લ્ડ ૨૪મા સ્થાન ધરાવે છે. મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમીત દેસાઈએ જી સાથિયાનને રોમાંચક મેચમાં ૪-૩થી હરાવ્યો હતો. મેન્સ ડબલ્સ અને વુમન્સ ડબલ્સના ટાઈટલ પણ ભારતીય ખેલાડીએ જીત્યા હતા. પુરૂષ ડબલ્સમાં એંથની અમલરાજ અને માનવ થક્કરની જોડીએ હમવતન સાથિયાન અને અચંતા શરત કમલની જોડીને ૩-૧થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. મહિલા ડબલ્સમાં પૂજા સહસ્ત્રબુદ્ધે અને કૃત્વિકા સિંધા રાયે શ્રીજા અકુલા અને મૌસમી પોલને ૩-૧ હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવી લીધો.  આ પહેલાં જી સાથિયાન અને અર્ચના કામથની જોડીએ ચેમ્પિયનશિપની મિકસ્ડ ડબલ્સનો ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો. ભારતીય જોડીએ રવિવારે રમાયેલી ફાઇનલમાં સિંગાપુરના પેંગ યુ ઇન કોઇન અન રૂઇ ઝુઆનને ૩-૦થી હરાવ્યા. ભારતે ટીમ ઇવેન્ટના બંને ગોલ્ડ મેડલ જીતી લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here