કડી મામલતદાર કચેરી બહાર ગાડીનો કાચ તોડીને સવા લાખ રોકડ અને લેપટોપની ઉઠાંતરી

691

કડીમાં મામલતદાર કચેરી પાસે કચેરીના કામ માટે આવેલ એક વેપારીની ગાડીમાંથી અજાણ્યા શખ્સોએ  ગાડીનો કાચ તોડી ૧.૨૫ લાખની રોકડ રકમ અને ડેલ કંપનીનું લેપટોપ  ઉઠાંતરી કરતા સન્નાટો વ્યાપી ગયો હતો. કડી તાલુકા મામલતદાર કચેરી માં રોજના હજારો લોકો કામકાજ અર્થે આવતા હોય છે ત્યાં પોલીસ તંત્ર દ્વારા લોકો ની સુરક્ષા માટે પોલીસ પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે તેમ છતાં ધોળા દિવસે ગાડી નો કાચ તોડી અજાણ્યા ઈસમો દ્વારા  લૂંટ કરવાથી લોકોમાં ફફડાટ પેસી ગયો છે.

આ અંગે મળતી વિગત મુજબ કડી તાલુકાના વતની પરંતુ છેલ્લા થોડા સમય થી કામકાજ અર્થે અમદાવાદ સ્થાયી થયેલા વરુણભાઈ પટેલ મામલતદાર કચેરીમાં કામ અર્થે આવેલા હતા તેમણે તેમની ગાડી મામલતદાર કચેરીની સામે ર્પાકિંગમાં મુકેલ હતી તેઓ જ્યારે મામલતદાર કચેરીમાંથી પાછા આવીને જોયું તો તેમની આઈ ૧૦ ગાડીનો કાચ તોડી અજાણ્યા ઈસમો ૧.૨૫ લાખ ની રોકડ અને એક લેપટોપ ચોરી ગયાનું જોતા તેમણે તાત્કાલિક કડી પોલીસનો સંપર્ક સાધી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરી હતી. કડી મામલતદાર કચેરીની બહાર પાર્ક કરેલી ગાડીમાંથી ધોળા દિવસે થયેલી ચોરીથી કડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયી હતી. મામલતદાર કચેરી આગળ સીસીટીવીના અભાવે પોલિસ મૂંઝવણમાં મુકાયી ગયી હતી.

Previous articleગેંગરેપ પ્રકરણની તપાસમાં પોલીસનું મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાં કોમ્બિંગ, શખ્સો રફૂચક્કર
Next articleબનાસકાંઠામાં ૧પ વર્ષ પહેલા મૃત્યુ પામનાર મહિલા અચાનક જીવતી સામે આવતા હડકંપ મચી ગયોઃ પ્રેમ અને પ્રેમિકાનો ભાંડો ફૂટ્યો