મધ્યસ્થીની વાત મોદીએ ક્યારેય કરી નથી : ભારતની સ્પષ્ટ વાત

351

જમ્મુ કાશ્મીરના મામલે મધ્યસ્થતા સંબંધિત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ સંસદના બંને ગૃહોમાં પણ આજે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિદેશમંત્રી એસ જયશંકરે નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે અમેરિકી પ્રમુખના દાવામાં કોઇ વાસ્તવિકતા નથી.  વિદેશ મંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આ પ્રકારના કોઇપણ નિવેદન અથવા તો આવી કોઇપણ અપીલ ક્યારે પણ કરવામાં આવી નથી. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, શિમલા સમજૂતિ અને લાહોર સમજૂતિના આધાર પર જ સમગ્ર મામલો આગળ વધશે. કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. બંને દેશો સાથે મળીને આનો ઉકેલ લાવશે. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે વિદેશ પ્રધાને ધૈર્યપૂર્વક પોતાનુ નિવેદન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે વાતચીત વેળા અમેરિકી પ્રમુખે કાશ્મીર મુદ્દે પર મધ્યસ્થીનો દાવો કર્યો હતો. જો કે તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે કોઇ રજૂઆત કરવામાં આવી નથી. એસ. જયશંકરે કહ્યુ હતુ કે તેઓ ફરી દોહરાવી દેવા માટે ઇચ્છુક છે  કે મોદીએ ક્યારેય મધ્યસ્થતાની વાત કરી નથી.

કાશ્મીર એક દ્ધિપક્ષીય મુદ્દો છે. ભારત સરકારના વલણને ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. અમે અમારા અગાઉના વલણ પર મક્કમ છીએ. તમામ સમસ્યાઓનો ઉકેલ અમે ભારત-પાકિસ્તાન સાથે મળીને કરીશુ. અમે શિમલા સમજુતીના આધાર પર આગળ વધીશુ. વિદેશ પ્રધાને પોતાના નિવેદનમાં અમે પણ કહ્યુ હતુ કે ત્રાસવાદનો અંત આવ્યા બાદ જ બંને દેશો વચ્ચે કોઇ વાતચીત શક્ય બની શકે છે.  તેમણે કહ્યુ હતુ કે સરહદ પારથી ત્રાસવાદના ખાતમા પહેલા કોઇ દ્ધિપક્ષીય શાંતિ મંત્રમા શક્ય દેખાઇ નથી. કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દા તરીકે ગણાવીને ભારત સરકારના વલણને વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું.

તેમણે એણ પણ કહ્યું હતું કે, આતંકવાદના ખાત્મા બાદ જ બંને દેશો વચ્ચે કોઇ પ્રકારની વાતચીત થઇ શકે છે. તેમણે કહ્યું હતું કે, અમે ભારપૂર્વક કહેવા માંગીએ છીએ કે, સરહદપારથી તમામ આતંકવાદને જ્યાં સુધી પાકિસ્તાન ખતમ કરશે નહીં ત્યાં સુધી તેની સાથે કોઇ વાતચીત થશે નહીં. જયશંકરના નિવેદન વેળા ભાજપના સભ્યો ખુશખુશાલ દેખાયા હતા અને તેમના નિવેદનનું સ્વાગત કર્યું હતું. ત્યારે વિપક્ષી સાંસદોએ હોબાળો કર્યો હતો. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ગૃહની કાર્યવાહી મોકૂફ કરી હતી. ભારતનું પહેલાથી વલણ રહ્યું છે કે, કાશ્મીર મુદ્દે એક દ્વિપક્ષીય મુદ્દો છે. ત્રીજા પક્ષની તેમાં કોઇ ભૂમિકા નથી. ભારત જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટમાં ભારતીય હવાઈ દળના અડ્ડા ઉપર પાકિસ્તાનીઓ દ્વારા હુમલો કરાયા બાદ તેની સાથે વાતચીત બંધ છે. અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જમ્મુકાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થીવાળા નિવેદનને ભારતે રદિયો આપતા અમેરિકાની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે.  વિદેશ મંત્રાલય દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન તેમને આવી કોઇ પણ અપીલ કરી નથી. સાથે સાથે ભારતે સાફ શબ્દોમાં એમ પણ કહ્યુ છે કે કાશ્મીર મુદ્દા પર ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ છે. આ મુદ્દા પર ત્રીજા પક્ષની કોઇ જગ્યા રહેલી છે. કાશ્મીર મામલે દ્ધિપક્ષીય વાતચીત સિવાય કોઇ અન્યની જગ્યા નથી. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે મધ્યસ્થી કરવા માટે મોદીએ ક્યારેય વાત કરી નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે નિવેદન જારી કરીને કહ્યુ છે કે ભારતનુ વલણ બિલકુલ સ્પષ્ટ છે. તેમણે કહ્યુ હતુ કે અમેરિકી પ્રમુખ દ્વારા પ્રેસને આપવામાં આવેલા એવા નિવેદનને અમે જોઇ ચુક્યા છીએ જેમાં કહેવામાં આવ્યુ છે કે જો ભારત અને પાકિસ્તાન અપીલ કરે છે તો મધ્યસ્થતા માટે તૈયાર છે. મોદીએ ટ્રમ્પને મધ્યસ્થી કરવા સાથે સંબંધિત કોઇ અપીલ ટ્રમ્પને કરી નથી. તેમણે કહ્યુ હતુ કે ભારતે હમેંશા કહ્યુ છે કે પાકિસ્તાનની સાથે તમામ પેન્ડિંગ  મુદ્દાને ઉકેલી શકાય છે. ભારતે પહેલા પણ કહ્યુ છે કે કાશ્મીર સહિત તમામ મુદ્દા પર વાતચીત થઇ શકે છે પરંતુ સૌથી પહેલા પાકિસ્તાનને સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધીને બિલકુલ અટકાવી દેવી પડશે. તે પહેલા પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવામા ંઆવનાર નથી.

Previous articleકાશ્મીર મુદ્દે ટ્રમ્પના મોટા ગોટાળા બાદ અમેરિકાની પ્રતિષ્ઠાને ફટકો
Next articleકર્ણાટકમાં નાટકનો અંત : સ્વામીની સરકાર ગબડી