બાબરા ખાતે ૮૧.૭૫ લાખનાં ઇગ્લીંશ દારૂનો નાશ કરાયો

656

અમરેલી જીલ્લા ના લાઠી બાબરા લીલીયા તાલુકા માં છેલ્લા સમય માં ઝડપવા માં આવેલ દારૂ ના મોટા જથ્થા નો નાયબ કલેકટર અને નાયબ પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિ માં તંત્ર દ્વારા નાશ કરવા માં આવતા ખુલ્લી જમીન માં દારૂ ની નદી ઓ વહેવા લાગી હતી.

બાબરા ખાતે ના જુના ચમારડી ના રસ્તા નજીક ખુલ્લી જગ્યા માં આજ સવારે અમરેલી જીલ્લા ના બાબરા લાઠી,લીલીયા,પોલીસ મથક જુદા જુદા કુલ ૬૨ પોલીસ કેશ માં પકડવા માં આવેલો  ૪૩૭૬૫ બોટલ ઈંગ્લીશ દારૂ નો રૂપિયા ૮૧,૭૫,૨૭૫ નો જથ્થા સરકારી વાહનો મારફત લાવવા માં આવ્યા બાદ  તંત્ર દ્વારા રોડ રોલર ફેરવી દારૂ નો નાશ કરવા માં આવ્યો હતો.

નાયબ કલેકટર જોષી તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાણા ના જણાવ્યા મુજબ બાબરા તાલુકા માં નોંધવા માં આવેલ કુલ ૭ ગુના માં મળી આવેલ ૩૯૦૫૧ બોટલ લીલીયા તાલુકા માં ૨૨ ગુના માં ૩૫૮૦ બોટલ લાઠી તાલુકા માં ૧૧૩૪ બોટલ કીમત ૮૧.૭૫ ઉપર સરકારી વિભાગ ની મંજુરી બાદ કાર્યવાહી કરવા માં આવી છે. દારૂ ના જથ્થા ઉપર નજર કરવવા માં આવે તો સૌથી વધુ જથ્થો બાબરા વિસ્તાર ના માત્ર ૭ ગુના માંથી મળી આવેલો જણાઈ આવેલ છે.

સરકારી તંત્ર નાયબ કલેકટર જોષી ની નિગેહબાની નીચે થયેલા પ્રોહીબીશન ગુના ના જથ્થા નાશ વખતે લાઠી બાબરા લીલીયા મામલતદાર,પોલીસ નાયબ અધિક્ષક રાણા તેમજ ત્રણ તાલુકા ના પોલીસ ઇન્સ્પેકટર સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મોટી માત્રા માં દારૂ નો જથ્થો નાશ કરવા ખુલ્લી જગ્યા માં લાવવા માટે તંત્ર દ્વારા શ્રમિકો ની મદદ લેવા માં આવી હતી મોટી માત્રા માં દારૂ નાશ થવા ના કારણે પોલીસ કામગીરી નિહાળવા દુર દુર સુધી ટોળા વળ્યા હતા બાબરા સ્થાનિક ફોઝદાર અજમલ પટેલે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી બજાવી હતી.

Previous articleરાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકોનું યોગદાન પર વ્યાખ્યાન
Next articleકેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ની ચૂંટણી