આમળા ગામે ભત્રીજાની હત્યા કરનાર કાકાને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો

0
526

તળાજા ના ગોપનાથ પીથલપુર નજીક આવેલા આમળા ગામે વાડી વિસ્તારમાં રહેતા ઓધાભાઈ પાચભાઈ મકવાણા (ઉ. વ. ૪૫)ની હત્યા સગા કાકા બાલાભાઈ અરજણભાઈ  મકવાણા (ઉ.વ.૫૫)એ કરી હોવાનું જણાવ્યું હતું  રાત્રે વાડી વિસ્તારમાં પાણી ની પાઈપ લાઈન બાબતે માથા કુટ થતા તલવાર ના ઘા ઝીંકી હત્યા કરી હતી તાકીદે તળાજા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ભાવનગર લઈ જવામાં આવ્યા હતા ત્યા મોત નીપજ્યું હતું દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ સહીત કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભાવનગર હોસ્પિટલમાં દોડી ગયા હતા મરનાર ઓધાભાઈ પાચભાઈ મકવાણા ને ત્રણ દિકરી અને બે દિકરા છે  જ્યારે દાઠા પોલીસ સ્ટેશન મા મરનાર ના પત્ની એ ફરિયાદ નોંધાવી હતી અને દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોહિલ સહીત ના સ્ટાફે ગણતરી ની કલાકમાં જ આરોપી ને ઝડપી પાડયો હતો વધુ મા આમળા ગામે કાકા ભત્રીજા ની વાડી આવેલ છે ત્યા પાણી ની પાઈપ લાઈન બાબતે બોલાચાલી થઈ હતી અને આવેશ મા આવીને સગા કાકા એ હત્યા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here