બાળાઓને મોબાઇલમાં અશ્લિલ વિડીયો બતાવતા શિક્ષકને વાલીઓએ ઠમઠોર્યો

0
1045

ભાવનગરના મામાકોઠા રોડ પર આવેલ અંબિકા કન્યા શાળાના શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી બાળાઓને અશ્લિલ ફોટો-વિડિયો બતાવતા વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. ભાવનગરના મામાકોઠા રોડ પર આવેલ અંબિકા કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક દિશાંત રસિકભાઇ મકવાણા છેલ્લા કેટલાંક સમયથી શાળામાં અભ્યાસ કરતી બાળાઓને પરેશાન કરી હલકી મનોવૃત્તિ દાખવતો હોય, આજે ધો.પાંચમાં અભ્યાસ કરતી બાળાઓ પાસે પગ દબાવીને, મોબાઇલમાં અશ્લિલ ફોટો તથા વિડિયો બતાવતાં બાળાઓ ડઘાઇ ગઇ હતી.

આ ઘટનાની જાણ થતાં વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. અને લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. જેના પગલે હોબાળો મચી જવા પામ્યો હતો. આ ઘટનાના પગલે સી ડીવીઝન પોલીસ કાફલો શાળાએ દોડી ગયો હતો અને શિક્ષકની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવા કાર્યવાહી કરાશે – ચેરમેન નિલેષ રાવળ

શિક્ષણ સમિતિ સંચાલિત અંબિકા કન્યાશાળાનાં શિક્ષક દિશાંત મકવાણા દ્વારા  મોબાઇલમાં બાળાઓને અશ્લિલ વિડિયો બતાવવાનાં બનાવને શિક્ષણ સમિતિનાં ચેરમેન નિલેષ રાવળે સખ્ત શબ્દોમાં વખોડી કાઢતા જણાવેલ છે કે સમિતિનાં ૭૫૦ શિક્ષકો છે ત્યારે આવા એક શિક્ષકની હલકી માનસિકતાના કારણે સમગ્ર શિક્ષકગણને શિક્ષણ સમિતિની આબરૂને ઠેસ પહોંચી છે. ત્યારે આ શિક્ષક દિશાંત મકવાણાને સસ્પેન્ડ કે શાળા ફેરબદલી નહીં પરંતુ નોકરીમાંથી બરતરફ કરવાની કાર્યવાહી કરાશે અને કોઇપણ પ્રકારની ઢીલાશ રખાશે નહિં. તેમજ આવા પ્રકારની ગંભીર ઘટના ફરી ન બને તે માટે શિક્ષણ સમિતિ ધ્યાન રાખશે. અને બાળકો સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ ન થાય તેની વિશેષ તકેદારી રખાશે તેવી વાલીઓને ચેરમેન નિલેષ રાવળ દ્વારા આપવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here