નિવૃત્ત થતા જાફરાબાદ શાળાનાં શિક્ષકનો જન્મદિવસ ઉજવાયો

539

તા.૨૭-૦૭ ના રોજ જાફરાબાદ ખાતેની પ્ર.પૂ.પ્રે.ડાંડીયા મિડલ સ્કૂલનાં આચાર્ય નીતિનભાઇ એલ. પંડ્યા જુલાઇ માસમાં આ શાળામાંથી દિર્ઘકાલીન સેવા આપીને વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થનાર હોય અને તા.૨૪-૦૭ના દિવસે તેઓનો જન્મદિવસ હોય તેની ખુશીમાં ડાંડીયા મિડલ સ્કુલ તથા પારેખ મહેતા હાઇસ્કૂલના વહિવટી તેમજ શૈક્ષણિક સ્ટાફને તેમજ મિડલ સ્કુલના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર અને એક પાર્ટીનું આયોજન કરવામાં આવેલ. આ સમારંભમાં જા.કે.ઉ.મંડળના નિયામક રામાનંદી વહિવટી અધિકારી અશોકભાઇ પ્રજાપતિ, હાઇસ્કૂલના પ્રિન્સિપાલ વિમલભાઇ અગ્રાવત, એસ.એમ.સી.નાં સદસ્ય એચ.એમ.ઘોરી, ભૂતપૂર્વ ટેકનીકલ સુપ્રિ.ભારમલ, પૂર્વ આચાર્ય જબરખાન પઠાણ તથા મિડલસ્કુલના પૂર્વ સારસ્વત મોહનભાઇ પરમાર તેમજ મિડલસ્કુલ હાઇસ્કૂલનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે નિયામક રામાનંદીએ નીતિનભાઇ પંડ્યાની ૩૯ વર્ષની દિર્ઘકાલીન સેવાને બિરદાવીને તેઓના શૈક્ષણિક યોગદાન વિશે પ્રકાશ પાડ્યો હતો. પંડ્યા એક કર્મનિષ્ઠ, પ્રમાણિક, ફરજ નિષ્ઠ, કાઇપણ જાતના જાતિ, જ્ઞાતિ કે સંપ્રદાયનાં ભેદભાવ વગર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકીર્દી માટે પોતાનું યોગદાન પૂરૂ પાડેલ છે. નીતિનભાઇ પંડ્યાએ બાળકોને માટેની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમ જી.કે.ની પરીક્ષા, ભારતીય સંસ્કૃતિ પરીક્ષા, ડ્રોઇંગની પરીક્ષાનું સંચાલન કરેલ હતું.

Previous articleતળાજા તાલુકાના જુના રાજપરા અને રેલીયા ગામે દિપડો ત્રાટક્યો
Next articleઆત્મહત્યા કરવા જતી મહિલાને બચાવતી બોટાદ ૧૮૧ અભયમ