રિમેક ફિલ્મમાં ઇશાન અને જાન્હવી કપુરને લેવા નિર્ણય

591

તેલુગુ સ્ટાર વિજય દેવરકોન્ડાની ફિલ્મ ડિયર કોમરેડની હિન્દી રીમેક ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ૨૬મીજુલાઇના દિવસે હાલમાં રજૂ કરવામા ંઆવી છે ત્યારે તેની હિન્દી રીમેક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકપ્રિય કરણ જોહરે ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય કર્યો છે. ફિલ્મની રજૂઆત કરવામાં આવે તે પહેલા જ તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ ફિલ્મને લઇને ચર્ચા જોવા મળી રહી હતી. હવે આને લઇને મોટી જાહેરાત કરવામાં આવી છે. અસલી ફિલ્મ કરતા તેની હિન્દી રીમેક ફિલ્મની ચર્ચા છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે હવે કરણ જોહર હિન્દી રીમેક ફિલ્મ બનાવનાર છે. જેમાં જાન્હવી કપુર અને ઇશાન ખટ્ટરની જોડીને ચમકાવવામાં આવનાર છે. હવે આ ફિલ્મના રાઇટ્‌સના અધિકારને લઇને હેવાલ સપાટી પર આવ્યા હતા. ફિલ્મના અધિકાર છ કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યા છે. કોઇ પણ દક્ષિણ ભારતની ફિલ્મના અધિકાર માટે ચુકવવામાં આવેલી આ હજુ સુધીની સૌથી મોટી રકમ છે. એવા હેવાલ મળ્યા છે કે સાજિદ નડિયાદવાળા, ભુષણ કુમાર, મુરાદ ખેતાની અને વિજય ગિલાની પણ ફિલ્મમા અધિકાર ખરીદી લેવા માટે ઇચ્છુક હતા. જો કે તેમના તરફથી ઓછી કિંમતની ઓફર કરવામાં આવી હતી. હાલના દિવસોમાં બોલિવુડમાં દક્ષિણ ભારતની ફિલ્મોની હિન્દી રીમેક બનાવવામાં આવી રહી છે. કબીર સિંહ, સિમ્બા જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળી ગયા બાદ દક્ષિણ  ભારતની ફિલ્મોની હિન્દી રીમેક બનાવવામાં આવનાર છે.

Previous articleરણબીર વધુ એક બાયોપિક ફિલ્મમાં કામ કરવા ઇચ્છુક
Next articleખુબસુરત ડેઝી શાહ ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરવા તૈયાર છે