તળાજા તાલુકાના જુના રાજપરા ગામે વહેલી સવારે દિપડો પાજરે પુરાણો

797

તળાજા તાલુકા ના જુના રાજપરા અને રેલીયા, પીથલપુર,   ઝાઝમેર, પરતાપરા,  સહીતના ગામોમાં માનવ ભક્ષી દિપડા અને રાની પશુ ઓ લોકો પર અને પશુ ઉપર દરોજ હુમલો કરીરયા હતા અને એક બાળકી નુ મોત પણ થયુ હતું રેલીયા અને રાજપરા પીથલપુર   સહીત ના ગ્રામ્ય વિસ્તારોમાં દરોજ માનવ ભક્ષી દિપડાએ હુમલો કર્યો હતો વૃદ્ધાને ઈજાગ્રસ્ત કર્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પીથલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારના રહીશો એ ફોરેસ્ટ વિભાગ અને મામલતદાર કચેરીમાં એક આવેદનપત્ર આપ્યું હતું તાકીદે દિપડો ઝડપી લેવા માંગ કરી હતી રાજપરા ગામે ના સરપંચ અને જનતા દ્વારા ધારદાર રજૂઆત કરી હતી ફોરેસ્ટ વિભાગ ના આર એફ ઓ મુકેશભાઈ વાધેલા અને ટીમ રાજપરા અને ઝાઝમેર ગોપનાથ મા જ ધામા નાખ્યા હતા અને  ૧૦ દિવસ થી આ વિસ્તારમાં જ અધિકારી રાત દિવસ જોવા મળ્યા હતા અને પંથકમાં ૫  પીજરા પ્રથમવાર મુકવા મા આવ્યા હતા જેમા મારણ મુકેલ પાંજરામાં વહેલી સવારે દિપડો પાજરે પુરાણો અને ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશભાઈ વાધેલા અને પરવીણાબેન. દસરથશિહ જી એફ વાઘેલા સહીતના ટીમ ને મળી સફળતા દિપડા ને સાખડાસર નર્સરી મા લાવી ડોકટરે દ્વારા તપાસ હાથ ધરી હતી કે આ દિપડો માનવ ભક્ષી છે કે કેમ  આર એફ ઓ મુકેશભાઈ વાધેલા ના જણાવ્યા મુજબ ફોરેસ્ટ ઓફિસર દિપડો ઝડપાઇ તે માટે માનતા પણ રાખી હતી અને અમારી ટીમ રાત દિવસ  સતત અંતરિયાળ વિસ્તારમાં  જ ધામા નાખ્યા હતા અને દિપડા ને જેસર નજીક રાણીગામ  જંગલ ના ફાર્મ મા લ ઈજવામા આવશે અને  હજુ બે બચ્ચા આ પંથકમાં છે તેમ જણાવ્યું હતું. આખરે વન વિભાગ દ્વાાર દિપડાને પાંજરે પૂરવામાં આવતા તળાજા તાલુકાનાં ગ્રામજનોેએ હાશકારો અનુભવ્યો હતો.

Previous articleશાળાકીય અંડર-૧૯ ખેલકૂદ સ્પર્ધામાં આરજેએચ હાઇ.નાં વિદ્યાર્થીઓની સિદ્ધિ
Next articleહાઇ-વે નજીકનાં ગામોમાં ભરાયેલા પાણીનો તંત્ર દ્વારા નિકાલ