ક્રિકેટને બચાવવા ઝિમ્બાબ્વેના ક્રિકેટર્સ  ફ્રીમાં રમશે

475

આઈસીસી સ્પર્ધામાં ભાગ લેનાર પર રોક લગાવ્યા બાદ ઝિમ્બાબ્વેના ક્રિકેટર દેશમાં આ રમતને બચાવવા માટે ફ્રીમાં રમશે. આ ખેલાડીઓએ આગામી વર્લ્ડ ટી-૨૦ ક્વૉલિફાયર્સમાં ભાગ લેવા માટે પ્રતિબદ્ધતા જણાવી છે. મહિલા ્‌-૨૦ ક્વૉલિફાયર્સની મેચ ઓગસ્ટમાં રમાશે, જ્યારે પુરુષોની ક્વૉલિફાયર્સ મેચ ઓક્ટોબરમાં રમાશે.

ટીમના એક વરિષ્ઠ ખેલાડીએ કહ્યુ અમે ફ્રી મા રમીશુ. અમને જ્યાં સુધી આશાની કિરણ દેખાશે ત્યાં સુધી અમે રમવાનું ચાલુ રાખીશુ. અમારી આગામી મેચ ક્વૉલિફાયર્સમાં રમાશે. ઝિમ્બાબ્વેની પુરુષ અને મહિલા સીનિયર ટીમને ગત બે મહિનાના મહેનતાણાની ચૂકવણી પણ બાકી છે અને પુરુષ ટીમને હમણાં નેધરલેન્ડસ અને આયરલેન્ડ મેચની ફી પણ આપવામાં આવી નથી.

આઈસીસીએ આ મહિને ઝિમ્બાબ્વે ક્રિકેટને વૈશ્વિક સંસ્થાના બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દીધુ. આઈસીસી સંવિધાન કોઈ પણ રીતે સરકારી હસ્તક્ષેપનો સ્વીકાર કરતો નથી. આ સસ્પેન્શન બાદ પણ ઝિમ્બાબ્વેની ટીમ દ્વીપક્ષીય સિરીઝમાં ભાગ લઈ શકે છે પરંતુ આઈસીસીની નાણાંકીય મદદ વિના તેમના માટે મેજબાની કરવી મુશ્કેલ હશે. ભવિષ્યના કાર્યક્રમ અનુસાર ઝિમ્બાબ્વેની ટીમે ઓગસ્ટમાં અફઘાનિસ્તાન અને ઓક્ટોબર-નવેમ્બરમાં વેસ્ટઈન્ડિઝની મેજબાની કરવાની છે.

Previous articleવિશ્વમાં ભારતનું નામ દીપાવતી ભારતી, યોગમાં ગોલ્ડ સહિત ૪ મેડલ મેળવ્યાં, ગામે વધાવી
Next articleશું રવિ શાસ્ત્રીની વિકેટ પડશે ? ટોમ ટોમ મૂડી પણ કોચની રેસમાં સામેલ