નાના જાદરાના બસ સ્ટેન્ડ પાસેથી ચાર ફરાર આરોપીને ઝડપી લેતી એલસીબી

631

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા ને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ ભુપતભાઈ ભાણાભાઈ પરમાર, જીતુભાઈ ભાણાભાઈ, તુલસીભાઈ ભાણાભાઈ, ભાણાભાઈ બોઘાભાઈ રહે. તમામ ડુંડાસ તા.મહુવા વાળાઓ નાના જાદરા ગામે બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. તેવી હકીકત મળતા તુરતજ ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા મહુવાના નાના જાદરા ગામે બસ સ્ટેન્ડમાં ચાર ઇસમો જોવામાં આવતા મજકુર ઇસમો પાસે જઇ નામ સરનામુ  પુછતા ઉપરોકત નામવાળા હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમોને સદરહું ગુન્હા બાબતે પુછપરછ કરતા જણાવેલ કે, આજથી આશરે દસેક મહિના પહેલા અમારે રાઘવભાઇ અને તેના પરીવારના લોકો સાથે બકરા ચારવા બાબતે માથાકુટ પરીવારના લોકો માર મારશે તેવી બીકના કારણે અમો પરીવાર સાથે સુરત રહેવા માટે જતા રહેલ હોવાનું  જણાવતા મજકુર ઇસમોને મહુવા પો.સ્ટે.ના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીઓ હોય જેથી મજકરુ આરોપી ઓને સદરહું ગુન્હાના કામે સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) (આઇ) મુજબ ધોરણસર અટક કરેલ છે. અને મહુવા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

Previous articleબાબરાના થોરખાણ ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયું બાબરા તા. ૬
Next articleદોઢ મહિનો થયો છતા યુનિ. દ્વારા રીએસેસ્મેન્ટના પરિણામ નથી આવ્યા