કૃતિ ખરબંદા આલિયા અને દીપિકાને ખુબ પસંદ કરે છે

812

બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં હાઉસફુલ-૪ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે  અનેક સ્ટાર કામ કરી રહ્યા છે. હાઉસફુલ-૪ ૨૫મી ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત પાગલપંથી નામની ફિલ્મ આઠમી નવેમ્બર ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તે ચહેરા નામની ફિલ્મમાં પણ દેખાશે. જેમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસ્મીની ભૂમિકા છે. તેની પાસે અનેક પ્રકારની પણ  ફિલ્મો છે. આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિ છેલ્લે ગેસ્ટ ઇન લંડન ફિલ્મમાં  નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન   રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી. જે જુલાઇ મહિનામાં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી અજય દેવગનની  ફિલ્મ અતિથી તુમ કબ જાવોગે ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. ફિલ્મમાં કાર્તિક આર્યન અને પરેશ રાવલની ભૂમિકા હતી. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. કૃતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા કૃતિ કહે છે કે ત ફેક અભિનય કરતી નથી. આલિયા પ્રત્યે તેના મનમાં ખુબ સન્માન છે. કૃતિનુ કહેવુ છે કે તે જ્યારે ભટ્ટ કેમ્પની ફિલ્મ રાજ રીબુટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે માત્ર એક વખત આલિયા ભટ્ટને મળી હતી. પહેલા તેને લાગતુ હતુ કે પુજા ભટ્ટ સારી અભિનેત્રી છે. પરંતુ આલિયા સ્ટાર પણ છે અને અભિનેત્રી પણ છે. તે આલિયા ભટ્ટની કોઇ ફિલ્મ છોડતી નથી. કૃતિનુ કહેવુ છે કે તે આલિયાની ફિલ્મ પ્રથમ દિવસે પ્રથમ શોમાં જોઇ કાઢે છે. દીપિકા અંગે વાત કરતા તે કહે છે કે તે શાનદાર અભિનેત્રી હોવાની સાથે સાથે ખુબ કુશળ પ્રોફેશનલ સ્ટાર છે. દીપિકાની ફિલ્મ ત્રીપલ એક્સના પ્રમોશન વેળા કૃતિ દીપિકાને મળી હતી. સ્ટાર અભિનેત્રી દીપિકાને પ્રથમ વખત કૃતિ એ વખતે મળી હતી જ્યારે તે ૧૨ વર્ષની હતી. દીપિકા એ વખતે ૧૬ વર્ષની આસપાસ હતી. એક જાહેરાત માટે બન્ને ઓડીશનના ભાગરૂપે પહોંચી હતી. જાહેરાતમાં તે તેની નાની બહેનના રોલમાં દેખાનાર હતી. જો કે કોઇ કારણસર આ જાહેરાત બની ન હતી.  કૃતિ અપેક્ષા મુજબની ફિલ્મો ન મળી રહી હોવા છતાં ખુશ છે. કારણ કે તેની પાસે સારી મોટા બજેટવાળી ફિલ્મો આવી રહી છે. તે કેટલીક સારી ફિલ્મો ધરાવે  છે. કૃતિ બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા હોવા છતાં ફિલ્મો મેળવી રહી છે. જેથી તે ખુબ ખુશ છે.  હાઉસફુલ-૪માં તેની સાથે અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલની પણ ભૂમિકા છે. આ ઉપરાંત ફિલ્મમાં ચંકી પાન્ડે અને નવાજુદ્દીન સિદ્દીકી પણ કામ કરી રહ્યા છે. ફિલ્મને લઇને તે આશાવાદી દેખાઇ રહી છે.

Previous articleભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન
Next articleપારિવારિક પરંપરા બાળકોમાં ખુબ ઉપયોગી : ઐશ્વર્યા