બીસીસીઆઈએ અઝહરના પૈસા રોક્યા, ટેસ્ટ મેચ રાંચીથી પુણે ખસેડી

478

ભારતમાં યોજાતી ટૂર્નામેન્ટ દરમિયાન કર રાહતના મામલાને લઈને ચાલી રહેલા વિવાદમાં આઇસીસીએ ભારતીય ક્રિકેટ બોર્ડની વાર્ષિક કમાણીની રકમમાં કાપ મૂકવાની ધમકી આપી છે. જે બાદમાં બીસીસીઆઈ આઈસીસી સામે પગલાં લેવા માટે બ્રિટિશ પેઢીની સલાહ લઈ શકે છે. જ્યારે બીસીસીઆઈએ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનની બાકીની રકમ રોકી દીધી છે. જ્યારે ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનાર બીજી ટેસ્ટ મેચને રાંચીથી પુણે ખસેડી દીધી છે.

શશાંક મનોહરના વડપણ વાળી આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતમાં યોજાનાર તમામ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં કર છૂટની માંગણી કરી હતી. ૨૦૧૬માં યોજાયેલા ટી ૨૦ વિશ્વ કપમાં પણ કર છૂટની રાહ જોવામાં આવી રહી છે.

છ જુલાઈના રોજ કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેશનની યોજાયેલી બેઠક પ્રમાણે આઈસીસી ૨૦૦૬ વિશ્વ કપના ટેક્સ ભારને તેની વાર્ષિક કમાણીમાંથી ભારતના હિસ્સામાં કાપ મૂકીને ઓછો કરવા માંગે છે. બીસીસીઆઈની કાનૂની ટીમે સીઓએને જણાવ્યું કે આ પહેલા આ પ્રકારની ટૂર્નામેન્ટમાં કર રાહત મળતી આવી છે.

બીસીસીઆઈની વેબસાઇટ પર બેઠક અંગે મૂકવામાં આવેલા વિવરણ પ્રમાણે આઈસીસી બીસીસીઆઈની વાર્ષિક આવકમાં કાપ મૂકવા માંગે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “૨૦૧૬ના વિશ્વ કપના સંદર્ભમાં ટેક્સ અધિકારીઓએ સૂચના આપી હતી કે મીડિયા અધિકાર કરાર પ્રમાણે સ્ટાર સ્પોટ્‌ર્સ દ્વારા આઈસીસીને આપવામાં આવતી રાશિમાંથી ૧૦ ટકા રકમ રોકી દેવામાં આવે.

Previous articleવિંડીઝમાં ૧૩ વર્ષ અને ૮ સીરીઝથી અજય છે ભારત, આ વખતે બની શકે છે નવો રેકોર્ડ
Next articleયુવરાજ સાથે ચીટિંગ…ગ્લોબલ ટી-૨૦માં રમવાના રૂપિયા જ ન મળ્યા