શ્રાવણીયા સોમવારનું મહત્વ

620

શ્રાવણ મહીનાના સોમવારનું મહત્વ શ્રાવણ શુદ બારશને સોમવાર તા.૧ર-૮-ર૦૧૯ના દિવસે સોમવાર છે. આખા વર્ષમાં શ્રાવણ મહિનામાં આવનાર સોમવારોનું મહત્વ વધારે હોય છે.મ હાદેવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરેલ છે. મહાદેવજી આભુષણમાં ચંદ્ર પણ છે. આથી જ મહાદેવજીને ચંદ્રમોલી કહિએ છિએ અને ચંદ્રના આરાધ્ય દેવ મહાદેવજી છે. આમ ચંદ્રનો વાર સોમવાર છે. આથી શ્રાવણ મ નિાના સોમવારે મહાદેવજીની પુજા ઉપાસનાનું મહત્વ વધી જાય છે. જે લોકોને માનશીક અશાંતી હોય તેવો લોકોએ શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ  અથવા એકટાણુ રહીને મહાદેવજીની દુધ અને સાકરવાળુ જળ  ચડાવાથી માનસિક શાંતિની પ્રાપ્તી થાય છે. શિવપુરાણમાં મહાદેવજીએ સનતકુમારોને કહેલુ સોમવારએ મારૂ જ સ્વરૂપ છે. સોમવારે મહાદેવજીની ઉપાસના પુજા કરવાથી ધન વૈભવ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. સોમવારે મહાદેવજીને ૧૧ બીલીપત્ર ચડાવાથી સ્થીર લક્ષ્મીની પ્રાપ્ત થાય છે. સોમવારનું વ્રત કરી અને સાથે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયની ૩ પ અથવા ૧૧ માળા જરૂર કરવી આથી વ્રતનું પુર્ણ ફળ મળે.  જે લોકોની જન્મકુંડળીમાં ભંયકર કેમડુમ યોગ થયો હોય શની, ચંદ્રનો વિષયોગ હોય ચંદ્ર, રાહુનો ગ્રહણયોગ હોય તો શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવજીની પુજા વ્રત કરવાથી જરૂર રાહત થાય છેઅ ને ચંદ્ર બળમાં વધારો થાય ખાસ કરીને વિદ્યાર્થીઓએ વધારો થાય ખાસ કરીને વિદ્યાર્થીઓએ માનસિક સ્થિરતા માટે સોમવારે મહાદેવજીની પુજા જરૂર કરવી જોઈએ

– શાસ્ત્રી રાજદીપ જોષી

Previous articleપ્રથમવાર નર્મદા ડેમના ૨૪ દરવાજાઓ ખોલાયા
Next articleઅખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળમાં જયેન્દ્રભાઈ કોઢીયાની બિન હરીફ વરણી