મિલી સાયરસ અને લિયામ ફરી એકવાર અલગ થયા છે

0
153

છેલ્લા કેટલાક સમયથી મિલી સાયરસ અને લિયામ હેમ્સવર્થના સંબંધોને લઇને હેવાલ આવી રહ્યા હતા. લગ્ન બાદ પણ તેમના સંબંધોની ચર્ચા  જોવા મળી રહી હતી. હવે જાણવા મળ્યુ છે કે મિલી સાયરસ અને હેમ્સવર્થ લગ્નના આઠ મહિના બાદ એકબીજાથી અલગ થઇ ગયા છે. જો કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યુ નથી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેમના લગ્ન થયા હતા. પરંતુ હવે આઠ મહિનાના ગાળામાં જ તેમના સંબંધનો અંત આવી ગયો છે. મિલી સાયરસના પ્રવકતાએ કહ્યુ છે કે સંબંધ તુટી ગયા છે. મિલી સાયરસ અને લિયામ બંને હવે કેરિયર પર ધ્યાન આપવા માટે ઇચ્છુક છે. નિવેદનમાં કહેવામા ંઆવ્યુ છે કે બંનેની પ્રાઇવેસીને જાળવી રાખવા માટેની વાત કરવામાં આવી છે. હાલમાં મિલી સાયરસ ઇટાલીમાં સમય ગાળી રહી છે. માઇલી ઇટાલીમાં સમય ગાળી રહી છે. તેની સાથે હાલમાં તે બ્રોડી જેનરની એક્સ ગર્લ ફ્રેન્ડ પણ નજરે પડી રહી છે. મિલી સાયરસ અને કેટલિનના કેટલાક ફોટો વાયરલ થયા છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે બંને ડેટ પર છે. અત્રે નોંધનીય છે કે પહેલા  પણ માઇલી સ્વીકારી ચુકી છે કે તે બાયસેક્સુઅલ છે અને મહિલા તરફ આકર્ષિત થાય છે. લગ્નના આઠ મહિના બાદ મિલી અને લિયામ અલગ થઇ રહ્યા છે. પોતાની કેરિયરને આગળ વધારી દેવા માટે બંને આશાવાદી છે. બંનેની પાસે કેટલાક પ્રોજેક્ટ રહેલા છે. બંને ઝડપથી પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. બંને વર્ષોથી એકબીજા સાથે સારી મિત્રતા ધરાવતા હતા. આઠ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. જો કે હવે લગ્ન વધારે સમય સુધી ટકી શક્યા નથી. સાયરસ અને લિયામ પાસે રહેલા પ્રોજેક્ટને લઇને વાત કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here