સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ

0
184

પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે શહેર જિલ્લાના શિવમંદિરોમાં ભગવાન શિવજીના દર્શન કરવા  ભાવિકોની ભીડ રહેવા પામી હતી. શ્રાવણ માસમાં દરરોજ ભગવાન શિવજીનો શણગાર કરાય છે પરંતુ સોમવારના દિવસે શિવમંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે. શહેરના હલુરીયા ચોક ખાતે આવેલા કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે પુજારી પરિવાર દ્વારા શિવજીને આકર્ષક  શણગાર કરવામાં આવેલ. જેના ભાવિકોએ આસ્થાભેર દર્શન કર્યા હતાં. આજે વિવીધ શિવમંદિરોમાં સાંજના સમયે દિપમાળ આરતી કરવામાં આવી હતી. જેમાં ભાવિકો આસ્થાભેર જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here