કબીર સિંહ બાદ કિયારાની ચારેબાજુ બોલાબાલા વધી

0
200

શાહિદ કપુર સાથેની હિટ ફિલ્મ કબીર સિંહ બાદ હવે ખુબસુરત કિયારા અડવાણીની બોલવાલા વધી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે.  શાહિદ કપુર સાથે તેની ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. બંનેની કેમિસ્ટ્રી જોરદાર રહી હતી. કિયારા કરીના કપુરને તેની ફેવરીટ સ્ટાર તરીકે ગણે છે.  કરીના કપુર ભલે ફિલ્મોથી હવે દુર થઇ ચુકી છે પરંતુ તેના ચાહકો હજુ રહેલા છે. નવી અભિનેત્રીઓ પણ તેનાથી પ્રેરિત રહી છે. કરીના કપુર હાલમાં ઓછી ફિલ્મો કરી રહી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. હાલમાં પણ તે લાઇમ લાઇટમાં રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ દિન પ્રતિદિન વધી રહી છે. હવે તેની ફેનની યાદીમાં વધુ એક અભિનેત્રી આવી ગઇ છે. જેમાં કિયારા અડવાણીનો સમાવેશ થાય છે. કિયારા અડવાણીને બોલિવુડમાં વધારે સમય થયો નથી પરંતુ તેની બોલબાલા ચાહકોમાં જોવા મળે છે. મળેલી માહિતી મુજબ તે ગુડ ન્યુજ નામની ફિલ્મમાં કરિના કપુરની સાથે નજરે પડનાર છે. ખાસ બાબત એ છે કે ફિલ્મમાં કિયારાને હવે દિલજીત અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે કામ કરવાની પણ તક મળી રહી છે. જો કે તે આના કરતા કરીના કપુર સાથે સ્ક્રીન શેયર કરવાને લઇને આશાવાદી છે. તે કરીના પ્રત્યે ક્રશ ધરાવે છે. મતલબ એ છે કે કિયારા કરીના કપુરને પોતાની પસંદગીની અભિનેત્રી તરીકે ગણે છે.

કિયારા કરીના કપુરની કેટલી મોટી ફેન છે તેનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે તે કરીના કપુરની ફિલ્મોને ખુબ મસ્તી સાથે નિહાળે છે. તેનુ કહેવુ છે કે કરિના કપુરને ઉડતા પંજાબ ફિલ્મમાં જોયા બાદ તે ફિલ્મ કેરિયર બનાવવા  માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે કરીના કપુરની તમામ ફિલ્મોને પસંદ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here