કાર્તિક અને સારા અલીની લવ સ્ટોરીની હાલમાં ચર્ચા છેડાઇ

0
153

કાર્તિક આર્યન અને સારા અલી ખાન બોલિવુડની ફિલ્મોને લઇને આશાવાદી છે. બંને હાલમાં પ્રેમ સંબંધોને લઇને ચર્ચામાં છે. બંનેના અનેક ફોટા અને વિડિયો હાલમાં વાયરલ થયેલા છે. બંને દ્વારા હવે સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવા માટે તૈયાર છે. બંને દ્વારા પોતાના સંબંધોને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. સોમવારના દિવસે સારા અલી ખાનના જન્મદિવસે કાર્તિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખાસ જાહેરાત કરી હતી. કેટલાક મહિના સુધી કેમેરાની નજરથી બચવાના પ્રયાસ કર્યા બાદ હવે સંબંધોને લઇને જાહેરાત કરવામા ંઆવી રહી છે. કાર્ચિક અને સારા હવે સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જવા માટે તૈયાર છે. કાર્તિક આર્યને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સારાની સાથે પોતાનો એક ફોટો જારી કર્યો છે. જેમાં સારા અલી ખાન ખુબ ખુબસુરત દેખાઇ રહી છે. બીજી બાજુ કાર્તિક હમેંશાની જેમ હેન્ડસમ દેખાઇ રહ્યો છે. બંને ફોટોમાં હસતા નજરે પડી રહ્યા છે. કાર્તિકે ફોટો કેપ્શનમાં લખ્યુ છે કે હેપ્પી બર્થડે પ્રિન્સેસ સારા. આ ખાસ પ્રસંગે સારાને સરપ્રાઇઝ આપવા માટે કાર્તિક બેંકોક પહોંચી ગયો હતો. સારા બેંકોકમાં હાલમાં કુલી નંબર વનના શુટિંગમાં વ્યસ્ત છે. સારા અને કાર્તિક એક ફિલ્મમાં સાથે પણ નજરે પડનાર છે. વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ લવ આજ કલની સિક્વલમાં બંને સાથે નજરે પડનાર છે. કાર્તિક હાલમાં કેટલીક સારી અને મોટી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. બોલિવુડમાં નવી તમામ અભિનેત્રી કાર્તિક સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. કાર્તિક આર્યનના પ્રેમ સંબંધોની ચર્ચા અનન્યા પાન્ડે સાથે પણ સંભળાઇ રહી છે. જો કે સારા અને અનન્યા વચ્ચે હાલમાં સારી મિત્રતા પણ રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here