સુશાંતની સાથે કોઇ સંબંધો હોવાનો કૃતિએ ઇન્કાર કર્યો

0
242

સુશાંત સિંહ રાજપુત  સાથે કોઇ પ્રેમ સંબંધ હોવાનો કૃતિ સનુન દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો છે. કૃતિએ કહ્યુ છે કે મિડિયામાં પ્રકાશિત હેવાલ ખોટા છે. બીજી બાજુ કૃતિ પોતાની આવનારી ફિલ્મને લઇને આશાવાદી છે. જેમાં ૨૫મી ઓક્ટોબરના દિવસે રજૂ થનારી હાઉસફુલ-૪ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે  પાનિપતમાં પણ નજરે પડનાર છે. છલ્લા કેટલાક સમયથી કૃતિ સનુન અને સુશાંત એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. જો કે બન્ને પોતાના સંબંધ અંગે વાત કરી રહ્યા નથી. બન્ને વચ્ચેના પ્રેમ સંબંધની ચર્ચા બોલિવુડમાં પણ જોવા મળી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે   એકબીજાની સાથે સુશાંત અને કૃતિ વધારે સમય ગાળી રહ્યા છે.સુશાંત અને કૃતિને પોતાની કુશળતાના કારણે તીવ્ર સ્પર્ધા હોવા છતાં  સારી ફિલ્મો મળી રહી છે. થોડાક સમય પહેલા સુશાંતસિંહે ભારતના મહાન ખેલાડી  મહેન્દ્રસિંહ ધોની પર આધારિત ફિલ્મમા યાદગાર ભૂમિકા અદા કરીને તમામને ખુશ કરી દીધા હતા. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં  તેની સાથે યુવરાજની ભૂમિકામાં હેરી તંગરી નજરે પડ્યો હતો. સુશાંત બોલિવુડમાં એક કુશળ અભિનેતા તરીકે ઉભરી ચુક્યો છે. તેની આમીર ખાન દ્વારા અભિનિત ફિલ્મ પીકેમાં ટુંકી ભૂમિકા હતી  સુશાંત પોતાની કેરિયરમાં કેટલીક મોટી ફિલ્મોમાં પહેલાથી જ કામ કરી ચુક્યો છે.

કૃતિ સનુન સાથેના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી જોવા મળી ચુકી છે. કૃતિ પાસે પણ સારી સારી ફિલ્મો આવી રહી છે. કૃતિ હાલમાં દિલજીત સાથે નજરે પડી હતી. કૃતિની યાદગાર ફિલ્મોમાં દિલવાલે, હિરોપંતિનો સમાવેશ થાય છે. હિરોપંતિ સાથે કૃતિએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદથી તેની પાસે સતત સારી ફિલ્મોની ઓળર આવી રહી છે. તમામ નવા કલાકારો સાથે તે યાદગાર રોલ કરી રહી છે. બરેલી કી બરફીમાં પણ તેની સારી ભૂમિકા હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here