ભારત-વેસ્ટ વિન્ડીઝ વચ્ચે ત્રીજી મેચને લઇને રોમાંચ

0
127

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પોર્ટ ઓફ સ્પેનમાં વનડે શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. ૧-૦ની લીડ મેળવી લીધા બાદ ભારતીય ટીમ યજમાન વેસ્ટ ઇન્ડિઝ પર લીડ વધારી દેવા માટે ઉત્સુક છે. ટીમના તમામ ખેલાડીઓ પોતાના દેખાવને સુધારી દેવા માટે ઉત્સુક છે. બીજી મેચમાં શાનદાર સદી ફટકારી દીધા બાદ તમામ ક્રિકેટ ચાહકોની નજર હવે વિરાટ કોહલી પર કેન્દ્રિત થઇ ગઇ છે. આ ઉપરાંત બીજી મેચમાં ફ્લોપ રહ્યા બાદ હવે રોહિત શર્મા અને શિખર ધવન પણ જોરદાર દેખાવ કરવા માટે ઉત્સુક છે. બંને ટીમો લડાયક દેખાવ કરવા માટે તૈયાર છે. પ્રથમ મેચમાં કંગાળ દેખાવ કર્યા બાદ યુનિવર્સલ બોસ તરીકે જાણીતા રહેલા ક્રિસ ગેઇલ પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે.  ભારતે ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાયેલી વરસાદગ્રસ્ત બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ પર ૫૯ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૮૦ રન બનાવ્યા હતા. જો કે વેસ્ટ ઇન્ડિઝની ઇનિગ્સ દરમિયાન જ્યારે ૧૨.૫ ઓવરની રમત થઇ હતી ત્યારે વરસાદ વિલન બન્યો હતો. જેના કારણે રમત રોકી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ ડકવર્થ લુઇસ પદ્ધિતીનો ઉપયોગ કરીને ટાર્ગેટમાં સુધારો કરવામાં આવ્યો હતો. ડકવર્થ લુઇસ પદ્ધિતના આધાર પર વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે ૪૬ ઓવરમાં ૨૭૦ રનની જરૂર હતી. જો કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૪૨ ઓવરમાં ૨૧૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી.  ભુવેનશ્વરે આઠ ઓવરમાં ૩૧ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ૧૨૦ રનની ઇનિગ્સ રમનાર વિરાટ કોહલીની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામા ંઆવી હતી. આ પહેલા મેચમાં સવારે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવતીકાલે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવતીકાલે રમાનારી મેચનુ પ્રસારણ સાંજે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે.

ભારતીય ટીમ : શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિશભ પંત, શ્રેયસ અય્યર, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, સામી, અહેમદ,

વેસ્ટ ઇન્ડિઝ ટીમ : ક્રિસ ગેઇલ, હોલ્ડર, લુઇસ, હેટમાયર,પુરન, ચેસ, બ્રેથવેટ, રોચ, કોટ્રેલ, થોમસ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here