નવા ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેવા તૈયાર

508

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૭૩માં આઝાદી પર્વે ગુજરાતના સૌ નાગિરક ભાઈ બહેનોને આહવાન કર્યું છે કે, નયા ભારતના પ્રધાનમંત્રી સંકલ્પમાં ગુજરાત લીડ લેશે. આ માટે તેમણે ગુજરાતીઓના શક્તિ સામર્થ્યથી શાનદાર જાનદાર ગુજરાત બનાવવાનો કોલ આપ્યો છે. મુખ્યમંત્રીે એક ૌર સૂર્ય ઉગાના હૈ, અંબર સે ઊંચા જાના હૈ, નયા ભારત બનાના હૈનો મંત્ર આપતા સૌને દેશ માટે જીવી જાણવા, કણ-કણ-કણ ક્ષણ-ક્ષણ રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કરવા પ્રેરણા આપી છે. આઝાદી પર્વની આપ સૌને ખુબ ખૂબ શુભકામનાઓ. દેશ ૭૩મું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉજવી રહ્યો છે એ સ્વાતંત્રતા આઝાદીના મૂળીયા જેમણે સિંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકારીઓ અનેક નામી-અનામી એવા સૌ કોઈને સમાજના દિવસે પૂણ્ય સ્મરણ કરીને આપણે એમેને વંદન કરીએ છીએ. વર્ષોના વર્ષો અવિરત સંઘર્ષ બ્રિટીશરોની લાઠીઓ ખાઈ ખાઈને, ગોળીઓ ઝીલી ઝીલીને અનેક વિરલાઓએ ફાંસીના તખ્તા ઉપર ચઢીને આ મહામૂલી આઝાદી અપાવી છે. ખુદીરામ બોઝ, ભગતસિંહ સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, સરકાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક આવા અનેક લોકોએ દેશનું નેતૃત્વ કરીને સુભાષચંદ્ર બોઝ જેવા લોકોએ આઝાદ હિંદ ફોજ ઉભી કરીને બ્રિટીશરો સામે લડતા લડતા આપણને મહામૂલી આઝાદી અપાવી છે. દેશ માટે મરી ફીટનારા, જાન કુરબાન કરનારા, સૌ કોઈને આ નમન કરવાનો અવસર છે. સાત દાયકાઓથી આઝાદીની આબોહવામાં આપણે જીવી રહ્યા છે. આપણને સ્વરાજ્ય મળ્યું ૧૯૪૭માં પરંતુ ભારતના નક્શાનો નવા રાષ્ટ્ર તરીકે ઉદય થયો અને ગુજરાતની ધરતીના બે મહાન પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ લડતનું નેતૃત્વ કરીને આઝદી અપાવી. દેશના પ્રથમ ગૃહમંત્રી એવા સરદાર સાહેબે દેશના રાજવાડાઓનું વિલીનકરણ કરીને નવાબને ભગાડીને, નિઝામને દબાવીને એક રાષ્ટ્ર બનાવવાને ભગીરથ પુરુષાર્થ પાર પાડ્યો છે પરંતુ કાશ્મીરમાં ૩૭૦ની કલમ ૩૫એના કારણે જાણે કાશ્મીર ભારતથી અલગ હોય એવું  કમનસીબે સ્ટેટસ બન્યું. કાશ્મીરના અલગ દરજ્જાએ આપણા દેશમાં અલગતાવાદ ઉભો કર્યો. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતાના જીવની બાજી લગાડીને શહાદત વહોરીને કાશ્મીર માટે લડાઈ. નહીં ચલેગા નહીં ચલેગા એક રાષ્ટ્ર મેં દો નિશાન દો વિધાન દો પ્રધાન. કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવવા શ્યામાપ્રસાદ મુખર્જીએ પોતાનું બલિદાન આપ્યું. કાશ્મીરી ઘાટીમાં વર્ષો સુધી સાત દાયકા સુધી અલગતાવાદીઓ આતંકવાદને વધારતા ગયા. ૪૧ હજારથી વધુ નિર્દોષ લોકો આતંકનો ભોગ બન્યા, જાન ગુમાવ્યા, કાશ્મીર સાત દાયકાથી વિકાસથી વંચિત રહ્યું. ભારતનું સ્વર્ગ કાશ્મીર એ નર્ક બન્યું એટલે જ એમ કહીએ છીએ કે દેશને સ્વરાજ્ય મળ્યું પરંતુ કાશ્મીરની સમસ્યાઓમાં એ સપનું અઘુરુ દેખાયું. સ્વરાજનું સપનું ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં બે સપૂત ગુજરાતના ગાંધીજી અને સરદાર સાહેબે સાકાર કર્યું એ જ રીતે ગુજરાતના બે નરબંકાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ૭૨ વર્ષ પછી ૫મી ઓગસ્ટ ૨૦૧૯એ પૂર્ણ સ્વરાજ માટે કાશ્મીરમાં આપણે એમ કહીએ કે કાશ્મીરનો મુગટ મણી ભારતના માતાના લલાટ ઉપર એને પૂર્ણકાલીનરૂપે શોભાવ્યો.  ૩૭૦ની કલમ હટાવી ૩૫એ કમલ દૂર કરી અને સેવાસો કરોડ ભારતીયો માટે ખરા અર્થમાં આઝાદી પર્વ એક ઐતિહાસિક પર્વ બની રહ્યું છે. આઝાદી પહેલા ડાઈ ફોર દ નેશન અને હવે લીવ ફોર દ નેશન. દેશમાં પોલીટીકલ ડેવલપમેન્ટનો નવો યુગ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે. માત્ર સરકાર ચલાવવી નહીં, સત્તામાં ટકી રહેવું એવા સિમીત ઉદ્દેશ્યથી નહીં પરંતુ સરકાર એ લોકો માટે, સારી રીતે લોકોના સપનાઓને સાકાર કરતી સરકાર આગળ વધારવી. સરકાર લોકો માટે, લોકો વડે, લોકો થતી, લોકોના સપનાઓને સિદ્ધ કરે અને એટલે જ એમ લોકોએ ગુજરાતમાં પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતાના ચાર સ્તંભો ઉપર લોકકલ્યાણાનો ધ્યેય નક્કી કરીને આપણે આગળ વધી રહ્યા છે.

પ્રજાતંત્રમાં પ્રજા જ સર્વોપરી છે અને પ્રજાએ હંમેશા કટોકટીના કાળમાં પ્રજાએ એક મેચ્યોર મેન્ડેન્ટ આપ્યા છે. લોકશાહીની ગરિમાને વધારી છે. સામાન્યમાં સામાન્ય માનવી ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ગામડુ, ખેડૂત, યુવા, મહિલા આ બધાને લાગે કે સરકાર પોતીકી છે.

Previous articleએસજીવીપીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિશેષરીતે આની ઉજવણી
Next articleકોંગ્રેસ :નેતૃત્વનો શૂન્યાવકાશ