કોંગ્રેસ :નેતૃત્વનો શૂન્યાવકાશ

0
282

ગુજરાતીમાં કેહેવત છે કે આગળ જાય તો કૂવાને પાછળ જાય તો ખાઈ .જાયે તો જાયે કહાં આવી હાલત કોંગ્રેસની થઈ છે .સને ૧૮૮૫ આરંભેલું દળ ભારતની આઝાદી માટે ફના થવામાં જરાય હિચકિચાટ ન કરે .અરે ..પોતાના સૈન્ય શૂરવીરોની હસતાં મુખે શહાદત વ્હોરી લેનાર કોંગ્રેસ. ઇન્દિરા ગાંધી જેવુ પોલાદી નેતૃત્વ આપનાર કોંગ્રેસ,સતત સાત દશકા લગાતાર સફળતાની સફર કરનાર કોંગ્રેસ, નેતૃત્વના વલખા મારે…!!? તડપે …તડફડે.. કેવું કહેવાય..!!

મને યાદ છે સને ૧૯૮૪  સુધીનો સમય કે જ્યારે કોંગ્રેસનું સભ્યપદ ગૌરવરૂપ ઘટના ગણાતી હતી .આજે તેની પાસે રાજ્ય હોય કે રાષ્ટ્રીય સ્તર ચોતરફ સન્નાટો દેખાઇ રહ્યો છે .આ ખાલીપો તેમાં બેઠેલાઓને પણ મૂંઝવી રહ્યો છે.લોકસભા ચૂંટણીમાં હાર પછી રાહુલ ગાંધીએ કહી તો દીધું કે” હવે હું નહીં “વાત બરાબર પણ તો ..પછી કોણ ..?નો પ્રશ્ન સતત દિલ્હીના કોંગ્રેસ ગલીયારામાં અથડાતો રહ્યો. હવે સૌએ એકી અવાજે કહ્યું  સોનિયાજી આપજ આવોને ! વાત બની ગઈ !

ભારતમાં લગભગ પંજાબ જેવા રાજ્યોને બાદ કરતાં બધી જ જગ્યાએ કોંગ્રેસે સત્તા ગુમાવી .એટલું જ નહીં ક્યાંક તો તેની પાસે વિરોધ પક્ષ ગણાવા પૂરતું સંખ્યાબળ રહ્યું નથી .આવી દરીદ્રતા તેણે કદી અનુભવી નથી .તેની પાછળના બે કારણો જવાબદાર ઠેરવી શકાય. પહેલું મોદી જેવી “પોલિટિકલ પાવર ફૂલ લીડરશીપ “ને ટક્કર આપી શકે તેઓ કોઈ હરીફ નથી .મોદી પોતાની લોકપ્રિયતાના ગ્રાફ ને સતત ગ્રોસ કરતાં રહ્યાં છે. જ્યારે પ્રતિપક્ષે રાહુલ સામે સતત ચોકડી લાગતી રહી છે. નંબર બે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે નવા નેતૃત્વને કદીએ તક આપી નથી એટલું જ નહીં રાજ્ય સ્તરે પણ તે વાતનો સતત દુકાળ વર્તાતો રહ્યો છે. યુવા નેતૃત્વને તેણે સતત અવગણ્યુ છે.જેમકે સચિન પાયલોટ -રાજસ્થાન ,જ્યોતિરાદિત્ય સિંધિયા- મધ્યપ્રદેશ જેવા યુવા ચહેરાઓની અવગણના કરીને આવતા દિવસોને તેમણે અસ્ત કર્યા છે. આ ઉદાહરણ બતાવે છે કે પ્રાયોગિકતા,નાવીન્ય માટે અહીં કોઈ જગ્યા નથી. તેથી તેઓ જ પોતાની જાતે કબર ખોદી રહ્યાં છે.

સોનિયાજી એટલે નહેરુ પરિવારના સભ્ય, પરંતુ તેઓના નેતૃત્વમાં જ કોંગ્રેસે પોતાની જમીન સતત ખોવાનો વારો આવ્યો છે. પ્રમુખ તરીકે તેઓ સફળ થઇ શકે તેમ નથી. શારીરિક રીતે તેઓ સંપૂર્ણ સ્વસ્થ નથી.ગત લોકસભાની ચૂંટણીમાં એક પણ રેલી કે સભા સંબોધી નથી. એટલું જ નહીં તે ઘણાં સમયથી સાયલન્ટ મોડમાં છે કોઈ બાબતે કશું અભિપ્રાય કે પ્રતિભાવ આપતાં નથી .વળી તેની આવી સ્થિતિમાં તેના અંગત મદદનીશની ટોળકીના સભ્યો હાવી રહેશે અને રહ્યાં હતાં. જેને લોકમિજાજે  કેન્સલ કરેલા છે તે કેવી રીતે સફળ થઇ શકે આવતાં દિવસોમાં એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં આવી રહેલ બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ નવા નેતૃત્વની નવી ચેતના જાગૃત થાય તેવો કોઈ અણસાર નથી.

કોંગ્રેસ સ્વચ્છ , સ્પષ્ટ તેજાબી- તોખાર યુવાને મેદાનમાં લાવે તો સફળ થઈ શકે, તો જ પોતાનો રસ્તો બનાવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here