બાબરા નગરપાલિકામાં રેઢું પડ અરજદારોને ધરમના ધક્કા

597

બાબરા નગરપાલિકા માં કર્મચારી ઉપર તંત્ર સહિત શાશક કોંગ્રેસ સદસ્ય મંડળ ની કોઈ લગામ નહી હોવાની અને પોતાની ફરઝ દરમ્યાન ગેરહાજર રહેતા કર્મચારી વિરૂધ્ધ પગલા ભરવા ની કામગીરી કરવા માં નહી આવતી હોવાથી પેધી ગયેલા પાલિકા કર્મી થી કંટાળી અરજદારે સોશ્યલ મીડિયા ઉપર પાલિકા કચેરી નો વિડીઓ વાઈરલ કરતા તંત્ર માં હડકંપ મચી છે  બાબરા પાલિકા કચેરી માં અરજદાર અને સામાજિક આગેવાન નરેન્દ્રભાઈ રાવળ બપોરે ૧૨/૩૦ કલાકે ગયા બાદ કોઈ જવાબદાર કર્મચારી કચેરી માં હાજર નહી મળતા પોતે કચેરી ના ખાલી ટેબલો અને તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ હાલત માં દર્શાવી ગુજરાત સરકાર ની વિકાસી વાતો ને ઉધડી લીધી હતી અને તંત્ર માં રેઢા રાજ નો વિડીયો વાઈરલ કરી દેતા તંત્ર ના ટેલીફોન રણકવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું  બીજી તરફ બાબરા શહેર માં પાંચેક વર્ષ પહેલા અમલી બનેલી ભૂગર્ભ ગટર ના મુદ્દે જુદા જુદા લતાવાસી ત્રસ્ત બન્યા છે ઠેર ઠેર ઉભરાતી ગટરો થી જનતા ત્રાહિમામ પોકારી ચુકી છે ત્યારે નગરપાલિકા તંત્ર ફરિયાદ સાંભળી ઘટતું કરવા ના બદલે આ ભૂગર્ભ ગટર અંગે ની સમુળગી જવાબદારી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ઉપર ઢોળી પોતાનો લૂલો બચાવ કરી અને આ યોજના હજુ સુધી પાલિકા તંત્ર દ્વારા સંભાળવા માં આવી નહી હોવાનું જણાવી રહી છે જયારે પાણી પુરવઠા ના સુત્રો માંથી મળતી વિગત મુજબ ભૂગર્ભ ગટર ની કામગીરી તજગ્ય ટીમ ની દેખરેખ નીચે પૂર્ણ થઈ છે અને દરેક મટીરીયલ્સ નિયમ મુજબ વાપરવા માં આવ્યું છે પરંતુ નગરપાલિકા દ્વારા શહેર માં આડેધડ બનાવેલા રોડ રસ્તા ના કામો માં પાઈપ લાઈનો માં મોટું નુકશાન કરેલ હોવાથી તેમજ આ યોજના સંભાળવા માં નનૈયો ભણી રહી છે સાથો સાથ સરકાર નગરપાલિકા ને ભૂગર્ભ ગટર મરામત માટે ગ્રાન્ટ પણ આપી રહી છે છતાં પોતાની જવાબદારી સ્વીકાર કરતી નથી અને આ યોજના સંદર્ભે બે જેટીંગ મશીન પણ ફાળવવા માં આવ્યા છે પરંતુ બેદરકાર બનેલી પાલિકા લાજવા ના બદલે ગાજી રહ્યા નું પાણી પુરવઠા વિભાગ ના સુત્રો જણાવી રહ્યા છે આમ બે કચેરી ની સાધનિક કાર્યવાહી માં ગ્રામ્ય જનતા પીસાતી દેખાઈ રહી છે.

Previous articleરાજુલા સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં સ્ત્રી સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી
Next articleચિત્રા જીઆઈડીસીમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત