પિતાની હત્યાનો બદલો લેવા પુત્રનો આધેડ ઉપર હુમલો

0
203

ભાવનગર ચાર વર્ષ પહેલા ખુન કરનાર આધેડ ઉપર તલવાર-છરી વડે હુમલો કરી બે શખ્સો નાસી છુટયા હતાં. આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.

બનાવથી વિગતો એવી છે કે ભાવનગર શહેરના જોગીવાડની ટાંકી મફતનગર વિસ્તારમાં અકબરમીંયા નીઝામમીંયા સૈયદ (ઉ.વ.પ૦) ઉપર જાસરમીયા યુસુફમીયા સૈયદ અને મહમંદમીયા નાઝીરમીંયા સૈયદ નામના બે શખ્સોએ ગાળો આપી તલવાર અને છરી વડે હિચકારો હુમલો કરી નાસી છુટયા હતાં. અકબરમીંયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં જ સી.ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.

ઈજા પામનાર અકબરમીંયા સૈયદએ ચાર વર્ષ પહેલા આરોપી મહમંદમીયાના પિતા નાઝીરમીયા સૈયદનું ખુન કર્યુ હતું અને આજે રસ્તામાં ભેગા થઈ જતા જુની અદાવત રાખી મહંમદમીયા અને અન્ય શખ્સ સહિત બે શખ્સોએ હુમલો કર્યો હોવાનું સી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલ છે. અકબરમીયા સૈયદની ફરિયાદમાં જણાવાયું છે આ બનાવ અંગે પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુત પાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here