સિદસર રોડ પર જુગાર રમતા છ શકુની ર૦ હજારની રોકડ સાથે ઝબ્બે

0
187

એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તાથ ચિંતનભાઇ મકવાણા ને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે સીદરસર રોડ ચંદ્ર પ્રકાશ રેસીડન્સી શેરી નં-૧ ના નાકા પાસે  જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચ સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવેલ જેમાં અકબરભાઇ અમીનભાઇ કેશવાણી ઉવ-૪૦ , પ્રિયાંશુભાઇ બાબુભાઇ ઝલા ઉવ.૩૮, મનીષભાઇ નારણભાઇ બારૈયા ઉવ. ૩૫ , મિતેષભાઇ ભરતભાઇ પોપટાણી ઉવ. ૨૨ , શિવભદ્રસિંહ ભરતસિંહ ઝાલા ઉવ. ૨૯ , વિશાલભાઇ હરેશભાઇ દિહોરા ઉવ. ૩૪ ભરતનગર સામે ભાગ્યોદય સોસાયટી પ્લોટ નં- ૨૬ ભાવનગર વાળા ગંજીપાના ના પાના તથા રોકડ રૂ.૨૦,૬૬૦/- સાથે મળી આવતા તમામ ઇસમો સામે જુગાર ધારા -૧૨ મુજબ ની ફરીયાદ કરી ભરતનગર પો.સ્ટેમાં ગુન્હો રજી. કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here