જે રોડની સમય મર્યાદા વધારવાની છે તે બની ગયો છે અને ડેમેજ પણ થયો છે

466

શહેરના ચિત્રા ફિલ્ટરથી સિદસર રોડ સુધીના દોઢ કરોડના ખર્ચે બનાવવાના રોડની સમય મર્યાદા વધારવાની કારોબારી બેઠકમાં દરખાસ્ત આવેલ છે. પરંતુ આ રોડ બની ગયો છે અને થોડા વરસાદમાં જ અનેક જગ્યાએથી ડેમેજ થઈ ગયો હોવાના પુરાવા સાથે મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ દ્વારા કમિશ્નર સમક્ષ આજે રજુઆત કરી હતી અને તાકિદે રોડ રીપેર કરાવી કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં મુકવાની માંગણી કરી હતી.

આવતીકાલ તા. ૧૪ને બુધવારના રોજ મળનારી મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક માટે રોડ વિભાગ દ્વારા તા. રપ જુનથી આવેલી દરખાસ્તમાં શહેરના ચિત્રા ફિલ્ટરથી સિદસર રોડ સુધીના રોડની એજન્સીને ૧૮ દિવસની સમય મર્યાદા વધારી આપવી તેવું જણાવાયું છે. પરંતુ આ એજન્સી દ્વારા હાલ જે રોડની દરખાસ્ત છે તે રોડ બની ગયેલ છે. અને ઘણી જગ્યાએ બેસી ગયેલ છે. અને ડેમેજ થયો છે ત્યારે આ રોડની ગુણવત્તા વિશે સવાલો ઉભા થાય છે. વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલે જાતે નિરીક્ષણ કર્યુ અને ત્યાર બાદ કમિશ્નર સમક્ષ રજુઆત કરેલ છે.  તેમણે જણાવેલ કે ભાવનગરમાં ગેરેન્ટી પીરીયડના ઘણા રોડ ખરાબ થઈ ગયેલ છે. આ રોડ અંદાજે દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. અને ભાવનગરની પ્રજાના ટેકસના નાણાની બનેલ રોડ માત્ર થોડો વરસાદ પડવાથી ખરાબ થઈ ગયેલ છે. જયારે વડોદરા, રાજકોટ, અમદાવાદ જેવો વસરાદનો ભાવનગરમાં આવ્યો જ નથી. સત્તાધીશોના પાપે અનેર રોડ ખરાબ  થઈ ગયાના તેમણે આક્ષેપો પણ કર્યા હતાં. અને આ રોડના કોન્ટ્રાકટરોને બ્લ્ક લીસ્ટમાં લેવા તેમજ ભાવનગરના જે રોડ ખરાબ થયા છે. તેના કોન્ટ્રાટકરો પાસે વરસાદ રહ્યા બાદ રીપેરીંગ કામ પણ કરાવવા કમિશ્નર સમક્ષ રજુઆત કરી હતી.

Previous articleસતત ૮ કલાક સુધી ૪ ફૂટ ઊંડા પાણીમાં રહી પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો  શરૂ કરાયો
Next articleભાવનગર જિલ્લામાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રની તડામાર તૈયારી