કંગના રાણાવત હાલનાં જુદા જુદા કારણોથી ભારે ચર્ચામાં

0
104

પોતાના આક્રમક  તેવર અને બેબાક નિવેદનના કારણે જાણતી  રહેલી અબિનેત્રી કંગના રાણાવત હાલના દિવસોમાં  મિડિયામાં કેટલાક લોકો સાથે તેની બોલાચાલીના કારણે ચર્ચામાં છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કલમ ૩૭૦ની નાબુદીના ફેંસલાને પણ તે ટેકો આપી ચુકી છે. કંગના મોદીથી ખુબ પ્રભાવિત રહી છે. તેમના નિર્ણયોને તે વારંવાર પ્રશંસા કરતી નજરે પડે છે.

હાલમાં નવી ફિલ્મ મણિકર્ણિકામાં તેની ભૂમિુકાની નોંધ લેવામાં આવી હતી.  તમામ ચાહકો આ ફિલ્મમાં તેની શાનદાર એક્ટિંગ કુશળતાથી ભારે પ્રભાવિત થયા હતા.  કંગના છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મની પટકથા લખી રહી છે. પટકથા પર ધ્યાન પણ આપી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તૈયારી કરી લીધા બાદ હવે નિર્દેશનના ક્ષેત્રમાં  ભાગ્ય અજમાવનાર છે. મણિકર્ણિકા ફિલ્મમાં કામ કર્યા બાદ તે ખુબ ખુશ છે.   આના માટે તે ખાસ પ્રકારની તાલીમ લીધી હતી. જેમાં ઘોડેસવારી અને તલવારબાજીનો સમાવેશ થાય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર આધારિત આ ફિલ્મ તેની યાદગાર ફિલ્મ રહી છે. જે બોક્સ ઓફિસ પર પણ સફળતા હાંસલ કરી ચુકી છે. કંગના  પોતાની એક્ટિંગ કુશળતાના કારણે જાણીતી રહી છે. તે રાષ્ટ્રીય એવોર્ડ પણ પોતાના નામ પર કરી ચુકી છે તેની કંગના રાણાવત બોલિવુડમાં જે અભિનેત્રીઓ છે તેના કરતા જુદા  અભિપ્રાય ધરાવે છે. તે હમેંશા સાહસી નિવેદન કરવા માટે જાણતી રહી છે. આ જ કારણસર  તે વિવાદોમાં પણ રહી છે. જો કે તેની પાસે સતત સારી ફિલ્મો આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here