આવતીકાલથી પ્રારંભ થતાં શ્રાવણ માસના કૃષ્ણપક્ષના પખવાડિયાના દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ- વિવરણ

0
362

આવતીકાલ તા. ૧૬-૮-૧૯ (સવંત ર૦૭પ શાકે ૧૯૪૧ જૈન સંવત રપ૪પ- વર્ષાઋતુ)થી પ્રારંભ થતા ભક્તિરસથી છલોછલ શ્રાવણ માસનો કૃષ્ણ પક્ષ તા. ૩૦-૮-૧૯ના અમાવાસ્યાને દિવસે પુર્ણ થઈ રહ્યો છે. ઉત્તરભારત-વ્રજ  તથા રાજસ્થાનમાં ભાદ્રપદ માસનો કૃષ્ણપક્ષ શરૂ થશે ત્યાં પુર્ણિમા પછી માસ શરૂ કરવાની પ્રથા હોવાથી માસનું નામ કૃષ્ણપક્ષથી બદલવામાં આવે છે. આથી આપણો શ્રાવણ કૃષ્ણ પક્ષ ત્યાં ભાદ્રપદ કૃષ્ણપક્ષ કહેવાશે.

દિન વિશેષતાની દ્રષ્ટિએ આ પક્ષમાં તા. ૧૬ જીવન્તિકા પુજન, ગાયત્રી પુનશ્ચરણ – પ્રારંભ, પારસી ગાથા-૧ બહિતોઈસ્ત, પંચક, તથા સુર્યનો સિંહ રાશિમાં પ્રવેશ તા. ૧૭ અશ્વત્થ- મારૂતિ પુજન, હિંડોળા સમાપ્તિ, પારસી અને ૧૩૮૯ (ફરવરદિન માસ) પારસી નુતન વર્ષનો પ્રારંભ – પતેતી- પંચક તા. ૧૮ આદિત્યપુજન – પંચક તા. ૧૮ આજે સોમવારે મગથી શિવમહાપુજા બોળચોથા, પંચક, બહુલા-ચતુર્થી (મધ્ય પ્રદેશ) સંકષ્ટ ચતુર્થી (ચન્દ્રોદયનો સમય ક. ર૧ મિ. ૩૭) તા. રૅ૦ નાગપચંમી- મંગળાગૌરી પુજન – પંચક સમાપ્તિ ક. રર-ર૯ તા. ર૧ રાંધણછઠ્ઠ – બુધપુજન – ષષ્ઠી વૃધ્ધિતિથિ તા. રર  બૃહસ્પતિપુજન – શીતળા સપ્તમી, પારસી ખોરદાદ- સલા તા. ર૩ જીવન્તિકા પુજન – શ્રી કૃષ્ણજયંતિ ઉપવાસ – શરદઋતુ પ્રારંભ તા. ર૪ શ્રી કૃષ્ણ જયંતી (વૈષ્ણવ), અશ્વત્થ મારૂતિ પુજન, ધીરો ાઠમો – શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગ ક. ર૮ મિ. ૧૬ સુધી તા. રપ આદિત્યપુજન તા. ર૬ જયથી શિવમહા પુજા, એકાદશી ક્ષયતિથિ, અજઅ એકાદશી (સ્માર્ત) પર્યુષણ  પર્વ પ્રારંભ – ચતુર્થી પક્ષ તા. ર૭ મંગળા ગૌરીપુજન, અજા એકાદશી કભાગવત) પર્યુષણ પ્રારંભ (પંચમી પક્ષ) તા. ર૮ બુધપુજન, પ્રદોષ, કૈલાસ-યાત્રા, માસિક શિવરાત્રિ, તા. ર૯ બૃહસ્પતિપુજન તા. ૩૦ જીવંતીકાપુજન, શિવમહાપુજા સમાપ્તિ, અમાવાસ્યા, વૃષભ – પુજન અન્વાધાન.

ચાતુર્માસ ચાલુ હોવાથી આ દિવસો દરમ્યાન (છેક દિવાળી પછી તા. ર૦ નવૈમ્બર સુધી) કોઈપણ જાતના લગ્ન, ઉપનયન, વાસ્તપુજન, કળશ- સથ્પના કે ખાત પુજન વિગેરે માંગલિક પ્રસંગો માટે મુહુર્ત આવતા નથી.

દિન શુધ્ધિની દ્રષ્ટિએ પ્રયાણ- મુસાફરી – મહત્વની મિટીંગો, ખરીદી, વેચાણ, કોર્ટ કચેરી, દસ્તાવેજી કે સેવા અન્ય રોજબરોજના નાના મોટા કાર્યો માટે કે મહત્વના નિર્ણયો માટે તા. ૧૬-રપ શુભ-શ્રેષ્ઠ, તા. ૧૭-૧૮-ર૦- ર૩ – ર૪ મધ્યમ તથા તા. ૧૯ – ર૧ – રર – ર૬ – ર૮ – ર૯ અશુભ – અનિષ્ટ છે.

ગ્રામ્યજનો તથા ખેડુત મિત્રોને હળ જોડવા માટે તા.ર ૮ શુભ દિવસ ગણાય. શાકભાજી, અનાજ, તેલીબીયા,ં મરચાં, રીંગણા તથા તમાકુના વાવેતરનું આ પક્ષમાં વિશેષ મહત્વ છે. વાવણી- રોપણી તથા બીજ વાવવા માટે તા. ૧૬-૧૮-ર૩ માલ વેચવા માટે તા. ર૩ માલ ખરીદી માટે તા. ૧૬, તેમજ ઘર ખેતર-ભુમિની લેવડદેવડ માટે પણ તા. ૧૬ શુભ છે. થ્રેસર ઉપનેર દ્વારા ધાન્ય તથા ભુસો અલગ કરવા માટે કોઈ સંતોષકારક મહુર્ત આવતું નથી. (આવતા મહિને ભાદપ્રપદમાં તેડના માટે તા. ૧૦ તથા ૦પ શુભ દિવસો છે. )

ગ્રહમાનનો અભ્યાસ કરતા આ પક્ષના દિવસો ખાસ કરીને કન્યા (પ-૮-ણ) વૃશ્વિક (ન-ય), મકર (ખ-જ) તથા મીન (દ-ચ-ઝ-થ) વ્યક્તિઓ માટે શુભ શ્રેષ્ઠ છે. જયારે ધન (ભ-ધ-ફ-ઢ) કુંભ (ગ-શ-સ), વૃષભ (બ-વ-.) તથા મકર (ખ-જ) માટે  વર્તમાન દિવસો મધ્યમ પ્રકારના છે. જયારે મેષ (અ-લ-ઇ), મિથુન (ક-છ-ધ), સિંહ (મ-ટ) તથા તુલા (ર-ત) માટે આ દિવસો સામાન્ય પ્રકારના ગણાય વ્યક્તિગત મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે વાચક ભાઈ બહેનો મો.નં. ૯૮૯૮૪૦૮૯૭૧૧ અગર ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર વાત કરીને સમાધાન પ્રાપ્ત કરી શકશે. રાહુ-શનિનો શાપતિ દોષ હોવાથી આ ગાળામાં જન્મેલા બાળકો માટે છાયદાન કરીને દોષનું નિવારણ કરવા સાલહ છે. ( ન સમજાય તો ફોન કરીને માર્ગદર્શન મેળવવું)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here