રાજપરા ગામે હોટલ માલિક પર ફાયરીંગ, આરોપી બુધેલથી ઝડપાયો

0
342

ભાવનગર મહુવા હાઇવે પર અલંગ પોલિસ સ્ટેશન નીચે આવતા રાજપરા ગામે હોટલ માલિક લાલજી ભાઈ છગન ભાઈ ગોહિલ નામના વ્યક્તિ ઉપર એરગન થી ફાયરીંગ થયુ હતું    તળાજા પંથકમા દરોજ લુંટ મર્ડર ચોરી જુથ અથડામણ મારા મારી  ધડા ધડ ફાયરિંગ હુમલો જેવા અનેક ઘટનાઓ બની રહી છે સામાન્ય વાત મા ગુના ખોરી વધી રહી છે ત્યારે આજે ૧૨.૩૦ કલાકે વધુ એક ઘટના રાજપરા ગામે હોટલ માલિક ઉપર ફાયરિંગની ઘટના બની હતી કહેવાય છે કે ગોળી શરીર પેટ પર ઈજાઓ થઈ હતી અલંગ પોલિસ સ્ટેશન મા જાણ કરવામાં આવતા તાકીદે પીએસઆઇ સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પુછપરછમાં હાથ ધરી હતી જ્યારે પોલીસ નાકાબંધી અને તમામ તાકાત કામે લગાડી દીધી હતી અને બુધેલ નજીક થી એરગન સાથે આરોપી ને ઝડપી પાડયા હતા અને પીએસઆઇ સેગલે વધુ તપાસ હાથ ધરી હતી કહેવાય છે કે ત્રણ શખ્સો હતા ફાયરીંગ ની ઘટના બનતા લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ક્યા કારણોસર ફાયરીંગ કરવામાં આવ્યુ તે માટે આરોપી અને ફરિયાદી ની અંલગ પોલીસ તપાસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here